ખબર

પરિવારની મરજી વિરુદ્ધ અડધી રાતે પોલીસે કરી દીધા પીડિતાના અંતિમ સંસ્કાર, વિસ્તારમાં જોવા મળ્યો આક્રોશ

દિલ્લીની સફદરજંગ હોસ્પિટલમાં હાથરસ ગેંગરેપની પીડિતાનું મંગળવારના રોજ નિધન થયું હતું. મંગળવારે મોડી રાતે તેનો મૃતદેહ હાથરસના બુલગાડી પહોંચ્યો હતો. પીડિતાનો મૃતદેહ ગામ પહોંચ્યો તો ગ્રામજનો તેના અંતિમ સંસ્કાર કરવા માટે રાજી ના હતા. આમ છતાં પણ પોલીસે ભારે વિરોધ વચ્ચે પરિવારની હાજરી વગર ગેંગરેપ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ગ્રામજનોના આક્રોશ જોઈને પોલીસને તૈનાત કરવામાં આવી છે.

Image source

પ્રાપ્ત માહિતી મુજબ, ગેગરે પીડિતાનો મૃતદેહ લગભગ 12:45 વાગ્યે હાથરસ પહોંચ્યો હતો. એમ્બ્યુલન્સને જયારે અંતિમ સંસ્કાર કરવાં માટે લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે ગ્રામજનોએ તેને રોકીને વિરોધ કર્યો હતો. આ બાદ પોલીસ અને ગ્રામજનો વચ્ચે મામલો બિચક્યો હતો.

Image source

ખરેખર વાત એ હતી કે, પરિવાર રાતે પીડીતાના અંતિમ સંસ્કાર કરવા માંગતો ના હતો જયારે પોલીસ તરત જ અંતિમ સંસ્કાર કરવા માંગતી હતી. આ બાદ અડધી રાતે લગભગ 2:40 વાગ્યે કોઈ પણ રીત-રિવાજ વગર અને પરિવારની ગેરહાજરીમાં અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

Image source

ગેંગરેપ પીડિતાના કાકાએ જણાવ્યું હતું કે, પોલીસ દબાણ કરી રહી હતી કે અંતિમ સંસ્કાર કરવામાં આવે. જયારે દીકરીના માતા-પિતા કે ભાઈ કોઈ હાજર ના હતું તે લોકો દિલ્લીમાં હતા હજુ સુધી પહોચ્યા ના હતા. રાતમાં અંતિમ સંસ્કાર ના કરવા અને પરિવારની રાહની વાત પર પોલીસે કહ્યું કે, જો તમે નહીં કરો તો અમે કરી દઈશું.

Image source

ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉત્તરપ્રદેશ પોલીસને નિશાન બનાવી છે. કોંગ્રેસે તેના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, નિર્દયતાની પણ હદ હોય છે. જે સમયે સરકારે સંવેદનશીલ રહેવું જોઈએ એ સમયે સરકારે નિર્દયતાની બધી હદો તોડી દીધી હતી. આમ આદમી પાર્ટીએ અંતિમ સંસ્કારનો વિડીયો તેના ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે.