ટીમ ઇન્ડિયાના સ્ટાર પેસર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થઇ જાય છે. હાલમાં જ હસીન જહાંએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તેમાં તેણે જણાવ્યુ કે, કિલો વજન વધાર્યુ છે. તેણે બેકપોઝમાં આ તસવીરને ક્લિક કરાવી છે. જેના પર ઘણા યુઝર્સે કમેન્ટ કરી છે. કેટલાકે તેના ફિગરને લઇને સલાહ આપી તો કેટલાકે તેને ફિટ કહી.
View this post on Instagram
હસીન જહાંએ ગુરુવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી હતી. આમાં તેણે તેની બેકપોઝની તસવીર શેર કરી છે. હસીને જણાવ્યું કે તેનું વજન 4 કિલો વધી ગયું છે. કેટલાક ચાહકોને આ તસ્વીર ખૂબ જ પસંદ આવી પરંતુ કેટલાકે તેમને પોતાનું ફિગર જાળવી રાખવાની સલાહ આપી.
View this post on Instagram
હસીનની આ પોસ્ટ પર એક યૂઝરે લખ્યું- તમારા ફિગર પર ધ્યાન આપો, સાથે જ ઘણા યુઝર્સે તેના વખાણ કર્યા. એકે તો પૂછ્યું કે તેનું વજન કેમ વધ્યું. હસીન સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે તેની પુત્રીની તસવીરો અને વીડિયો પણ અપલોડ કરે છે. હસીન જહાં પણ આઈપીએલમાં ચીયર લીડર તરીકે જોવા મળી છે. આ સિવાય તેણે મોડલિંગમાં પણ હાથ અજમાવ્યો છે. તેણે કેટલીક એડ શૂટ માટે પણ કામ કર્યું છે.
View this post on Instagram
મોહમ્મદ શમી સાથેના વિવાદને કારણે હસીન જહાં લાંબા સમયથી તેની પુત્રી સાથે અલગ રહે છે. આ બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હજુ સુધી બંને વચ્ચે છૂટાછેડા થયા નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે વર્ષ 2002માં હસીનને એક દુકાનદાર સાથે પ્રેમ થઈ ગયો હતો, જેનું નામ શેખ સૈફુદ્દીન હતું. તે સમયે હસીન 10મા ધોરણમાં ભણતી હતી. હસીન જહાંએ પરિવારની વિરુદ્ધ જઈને તે જ વર્ષે સૈફુદ્દીન સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. હસીન અને સૈફુદ્દીનના વર્ષ 2010માં છૂટાછેડા થઈ ગયા હતા. હસીન અને સૈફુદ્દીનના પણ 2 બાળકો છે, જેઓ તેમના પિતા સાથે રહે છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે 2018માં મોહમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાં દ્વારા મારપીટ, બળાત્કાર, હત્યાનો પ્રયાસ અને ઘરેલુ હિંસા જેવા આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હસીન જહાંએ શમી અને તેના ભાઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. શમી સામે આઈપીસીની કલમ 498A અને કલમ 354 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જ્યારે તેના ભાઈ હાસીદ અહેમદ સામે કલમ 354 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ 6 જૂન 2014ના રોજ કોલકાતાની મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. હસીન એક મોડલ હતી. તે પછી તે કોલકાતા નાઈટ રાઈડર્સની ચીયરલીડર બની. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ અને બંનેએ એકબીજાને દિલ આપ્યું. ત્યારબાદ શમીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા. શમી 17 જુલાઈ 2015ના રોજ પુત્રીનો પિતા પણ બન્યો હતો.