અમદાવાદની આયેશા માટે આ દિગ્ગજ ક્રિકેટરની પત્ની આવી મેદાનમાં કહ્યું… “તું આટલી કમજોર…..”

ગુજરાતની દીકરી આયશા માટે આ ક્રિકેટરની પત્નીએ કહી દીધી મોટી વાત, જાણો

અમદાવાદની આયેશાએ સમય કરતા પહેલા મૃત્યુને વહાલું કર્યું અને તેના પડઘાઓ દેશભરમાં ગુંજી રહ્યા છે. પોતાના પતિ દ્વારા આપવામાં આવતા ત્રાસથી પીડાઈને અમદાવાદના રિવરફ્રન્ટ ઉપરથી એક વીડિયો બનાવીને આયેશાએ સાબરમતીમાં ઝંપલાવી પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. ત્યારે આયેશાને લઈને ઘણા લોકો હવે ન્યાય માટે આગળ આવી રહ્યા છે. ત્યારે આ યાદીમાં હવે ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમ્મદ સામીની પત્નીનું પણ નામ જોડાઈ ચૂક્યું છે.

મોહમ્મદ સામીની પત્ની હસીન જ્હાએ આયેશા દ્વારા ભરવામાં આવેલા આ પગલાંની નિંદા કરતા તેને સવાલ કર્યો છે કે, “તું આટલી કમજોર કેમ થઇ ? જયારે તારો પરિવાર તારા સપોર્ટમાં હતો.”

હસીન જ્હાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક સમાચાર શેર કરતા તેના કેપશનમાં લખ્યું છે, “તે જીવ આપી દીધો તો લોકો તારા માટે દુઃખી જરૂર થશે, જો જીવતી રહીને હકની લડાઈ લડતી તો લોકો તારા ચારિત્ર્ય ઉપર આંગળી ઉઠાવતા. તે ખોટું કર્યું છે તારા જીવનને ખતમ કરીને. જિંદગીનું નામ ધીરજ અને લડાઈ છે, તું કમજોર કેમ થઇ, જયારે તારા પરિવારનો સપોર્ટ હતો. કેવા ખોટા વ્યક્તિ માટે તે પોતાની જાતને મિટાવી દીધી. ભલે, આલ્લાહ તને જન્નત આપે. તું ખુશ રહે. આમીન”

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial)

આયેશાના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના આરીફ ખાન સાથે થયા હતા. તે પોતાના પતિ અને સાસરી તરફથી મળતા ત્રાસના કારણે પીડાઈ રહી હતી. તેની ઉપર શારીરિક અને માનસિક અત્યાચાર કરવામાં આવતા હતા, તેમજ દહેજ માટે પણ વારંવાર પ્રતાડિત કરવામાં આવતી હતી. જેના કારણે આયેશાએ પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય કરી લીધો.

આઇશાએ મોતને હસતાં મોઢે વ્હાલું કર્યું હતું. આઇશાએ આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો અને મોતની છલાંગ લગાવી હતી. આ આપઘાત કેસમાં રિવરફ્રન્ટ પોલીસે રાજસ્થાનથી આઇશાના પતિ આરીફને ઝડપી પાડયો હતો. આ બાદ આરોપીને અમદાવાદ લાવીને પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.

અમદાવાદની આઇશા આત્મહત્યા કેસ વિધાનસભામાં ગૃહમાં પણ ચર્ચાયો હતો. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, દીકરીએ વીડિયો બનાવીને આત્મહત્યા કરી એ ઘટના હચમચાવી દે તેવી છે. અમે સરખી રીતે ન્યાય અપાવવા કટિબદ્ધ છીએ.

મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે આરીફના પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસમાં અનેક હકીકતો સામે આવી છે. આરીફ લગ્નના થોડા સમય પછી ઘરની નાની-નાની વાતોમાં આઇશા સાથે મારઝૂડ કરતો હતો એટલું જ નહીં પતિ આરીફે આઇશાને ચારથી પાંચ જેટલા લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હોવાની કબૂલાત કરી છે.

રિવરફ્રન્ટ પોલીસે આરોપી આરીફના મોબાઈલ ફોન એફ.એસ.એલમાં મોકલવામાં આવશે. સાથે જ આ કેસમાં પોલીસ સાયન્ટિફિક પુરાવા મેળવી તપાસ કરવામાં આવી રહી છે પણ આરોપી મોબાઈલ ફોનમાંથી અનેક ચોંકાવનારી હકીકત સામે આવી શકે છે.

Niraj Patel