ઇન્ડિયા નામ બદલી દો…મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ પીએમ મોદી અને અમિત શાહને કરી ખાસ અપીલ

ઇન્ડિયા નામને બદલી દો, મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની પીએમ મોદીને અપીલ

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ દિવસોમાં બ્રેક પર છે. ભારતીય ટીમે એશિયા કપ રમવાનો છે અને ટી20 ફોર્મેટમાં યોજાનારી આ ટૂર્નામેન્ટમાં મોહમ્મદ શમીને સ્થાન મળ્યું નથી. મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની વાત કરીએ તો તે ઘણી ચર્ચામાં રહે છે. હવે તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. હસીન જહાંએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેના દ્વારા તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ખાસ અપીલ કરી છે. આ અપીલ દેશનું નામ બદલવા અંગે છે.

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે આપણો દેશ, આપણું સન્માન. હું ભારતને પ્રેમ કરું છું આપણા દેશનું નામ માત્ર હિન્દુસ્તાન કે ભારત હોવું જોઈએ. હસીન જહાંએ વધુમાં લખ્યું છે કે માનનીય વડાપ્રધાન, માનનીય ગૃહમંત્રીને વિનંતી છે કે ઇન્ડિયા નામ બદલો, જેથી આખી દુનિયા આપણા દેશને ભારત અથવા હિન્દુસ્તાન કહી શકે.

હસીન જહાંએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં ત્રણ યુવતીઓ સફેદ ડ્રેસમાં ડાન્સ કરી રહી છે અને તેમના દુપટ્ટાનો રંગ કેસરી, સફેદ અને લીલો છે, જે દેશનો ધ્વજ દર્શાવે છે. તેમજ વીડિયોમાં ‘દેશ રંગીલા’ ગીત વાગી રહ્યું છે.તમને જણાવી દઈએ કે હસીન જહાં અને મોહમ્મદ શમી લાંબા સમયથી અલગ રહે છે. વર્ષ 2018માં બંને વચ્ચે વિવાદ થયો હતો, જેમાં હસીન જહાંએ શમી પર મારપીટ, ઘરેલુ હિંસા જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારથી બંને અલગ-અલગ રહે છે. જ્યાં હસીન એક મોડલ છે,

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial)

તે ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા, રીલ વીડિયો પોસ્ટ કરતી રહે છે. જે ખૂબ જ વાયરલ છે. ઈન્સ્ટાગ્રામ પર હસીન જહાંના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે. મોહમ્મદ શમી અને હસીન જહાંએ વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. વર્ષ 2018માં હસીન જહાંએ મોહમ્મદ શમી પર આરોપો લગાવ્યા, એટલું જ નહીં, તેણે તેના પર મેચ ફિક્સિંગનો પણ આરોપ લગાવ્યો. મોહમ્મદ શમીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, બીસીસીઆઈએ પણ શમીનું સમર્થન કર્યું હતું.

Shah Jina