મોહમ્મદ શમીની પત્નીએ ફરી એકવાર લગાવ્યા સંગીન આરોપ- ‘સરકાર અને પોલિસ સાથે મળી શમી મારો મર્ડર પ્લાન…’

‘શમી મારા મર્ડરનો પ્લાન…’ હસીન જહાંએ વધાર્યું સ્ટાર બોલરનું ટેન્શન, પોલિસ પ્રશાસન પર પણ લગાવ્યા આરોપ

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમી ક્રિકેટ જગતનું ભલે મોટું નામ હોય પરંતુ તે ઘણીવાર પોતાના અંગત જીવનના કારણે સમાચારોમાં રહે છે. શમી તેની પત્ની હસીન જહાંથી 2018માં અલગ થઈ ગયો હતો અને તેને એક પુત્રી પણ છે. જો કે, 6 વર્ષ બાદ ફરી એકવાર આ મામલો વેગ પકડતો જોવા મળી રહ્યો છે. હસીન જહાંએ સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમી વિરુદ્ધ લાંબી પોસ્ટ લખી છે. તેણે આ મામલે પોલીસ પ્રશાસન પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે.

હસીન જહાંએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘મારા સ્ટાર પતિ અને તેના પરિવાર દ્વારા મારી સાથે ઘણું ખોટું કરવામાં આવ્યું છે. હું લાચાર હતી અને મારે પ્રશાશનિક અને કોર્ટની મદદ લેવી પડી, પરંતુ મને જે પ્રશાનિક મદદ મળવી જોઈતી હતી તે ન મળી. અમરોહા પોલીસે મારા અને મારી 3 વર્ષની દીકરીને ટોર્ચર કર્યુ. આ લોકો સત્ય જાણતા હોવા છતાં સરકાર જોતી રહી અને મારા અપમાન અને અન્યાયનો તમાશો જોઈ રહી છે.

કોલકાતાની નીચલી અદાલત અન્યાય કરી રહી છે. 06.03.24 ના રોજ મેં S.P. અમરોહાની મુલાકાત લીધી. શુધીર કુમાર જીને ફરિયાદ કરી અને વિનંતી કરી કે તમારી તપાસ જનતાના સહયોગથી ચાલી રહી છે અને આપણે કાર્યવાહી કરવી જોઈએ. તેમણે મને આશ્વાસન આપ્યું કે ચિંતા ન કરો, અમારા પર કોઈ દબાણ નહીં કરે. થોડા દિવસો પછી FIR દાખલ કરવામાં આવી.

કોપી ના મળતા ફરીથી એસ.પી.નો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શક્યો પણ તેવું સંભળ ન થયુ. ‘મેં ફરીથી S.P. અમરોહાને મળવા માટે 18.03.24 ના રોજ એપોઇન્ટમેન્ટ લીધી, મને સવારે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો અને હું S.P. ઓફિસ પહોંચી પરંતુ એસપી જીના પીઆરઓ સુનિલ કુમારે મારી સાથે ખૂબ જ અસંસ્કારી વર્તન કર્યું અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મને એસપી જીને મળવા દેવામાં આવશે નહીં.

હું ખૂબ રડી પણ પછી મેં વિચાર્યું કે હું બેવડા વિચારવાળા સમાજમાં રહું છું. એટલા માટે મેં ભગવાનની સામે મારા મોંઘા આંસુ વહાવ્યા અને મારી જાતને મજબૂત કરી અને પાછી આવી. તે પછી મેં S.P. અમરોહાને મેસેજ કર્યો કે તમારા P.R.O.એ મારી સાથે ઝઘડો કર્યો અને મને તમને મળવા ના દીધી. જેનો મને હજુ સુધી જવાબ મળ્યો નથી. આ બધું મારે માત્ર એક મુસ્લિમ મહિલા તરીકે સહન કરવું પડી રહ્યુ છે. જો હું હિંદુ હોત અને મારી સાથે જે પણ અત્યાચારો થયા છે અને થઈ રહ્યા છે, તો કદાચ અત્યાર સુધીમાં મારી સાથે ન્યાય થઈ ગયો હોત!

તેણે આગળ લખ્યું, મને ખબર છે કે મને સુપ્રીમ કોર્ટમાંથી જ યોગ્ય ન્યાય મળશે. પરંતુ મને ન્યાય ન મળે તે માટે કોર્ટ તારીખો આપી રહી છે. હાઈકોર્ટ મને સાંભળવા માંગતી નથી. લાંચ લેનારા લોકો મારા કેસની યાદીમાં આવવા દેતા નથી. જો ભારતીય મીડિયા બિકાઉ ના હોત તો દેશની જનતાને હકિકતની જાણ હોત. હવે તમે લોકો જુઓ શમી અહેમદ, ભાજપ સરકાર અને યુ.પી. પોલીસની મદદથી મારી હત્યાનો પ્લાન બનાવશે.

 

View this post on Instagram

 

A post shared by Haseen Jahan (@hasinjahanofficial)

Shah Jina