પાકિસ્તાનીઓએ તો ભારે કરી ! પહેલા શમી અને હવે હસન અલી, હસન અલીથી એક કેચ શું છૂટ્યો ગંદી ગંદી ગાળો પર આવી ગયા, પત્નીને પણ ના છોડી

ક્રિકેટ ટીમમાં 11 ખેલાડીઓ હોય છે અને જો કોઇ રમતમાં હાર થાય છે તો નુકસાન માટે કોઈ એક વ્યક્તિને દોષ આપવો એ યોગ્ય નથી. જો ખેલાડીના સંપ્રદાય અને પરિવારને આ બાબતે વચ્ચે ખેંચવામાં આવે તો આ બિલકુલ ખોટુ છે. પાકિસ્તાની ક્રિકેટર હસન અલી હાલમાં તેની એક ભૂલને કારણે ટ્રોલ થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચમાં તેણે મેથ્યુ વેડનો કેચ છોડ્યો હતો. વેડે ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારીને ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં પહોંચાડ્યું હતું.

હવે પાકિસ્તાની યુઝર્સ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર હસન અલી વિરુદ્ધ ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. ટ્રોલ્સે હસન અલી સાથે સાથે તેની ભારતીય પત્ની સામિયાને પણ છોડી નથી. સોશિયલ મીડિયા પર સામિયા વિશે પણ ખૂબ જ ખરાબ કમેન્ટ કરવામાં આવી રહી છે. હસન અલીને ‘દેશદ્રોહી’ પણ કહેવામાં આવ્યો છે. જેમ પાકિસ્તાન સામેની મેચમાં ખરાબ બોલિંગ કરનાર મોહમ્મદ શમીને કહેવામાં આવ્યું હતું. જોકે, બાદમાં એ સ્પષ્ટ થયું કે શમી પર આવી મોટાભાગની ટિપ્પણીઓ પાકિસ્તાની યુઝર્સ દ્વારા કરવામાં આવી હતી.

હસન અલી અને તેની પત્ની સામિયા આરઝૂને કોઈ પૂછે છે કે તેણે સેમીફાઈનલમાં રન બનાવવા માટે કેટલા પૈસા લીધા હતા. કેટલાક લોકોએ ઇન્સ્ટાગ્રામ પરની ‘હેંગિંગ’ પોસ્ટને પણ જવાબદાર ઠેરવી હતી. અલીની ‘હિન્દુસ્તાની બીવી’ માટે ખૂબ જ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલાક પાકિસ્તાની યુઝર્સે તો ટ્વીટમાં એમ પણ કહ્યું છે કે હસન અલી આવતાની સાથે જ તેને ગોળી મારી દેવી જોઈએ.

શમી વિશે પણ ‘દેશદ્રોહી’ જેવી ઘણી કોમેન્ટ્સ આવી હતી. પૂર્વ ક્રિકેટરો સહિત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ શમી સાથે ઉભા જોવા મળ્યા હતા. પરંતુ હસન અલીને સપોર્ટ કરનારા ઓછા લોકો છે. શમી વિરુદ્ધ કરવામાં આવેલી મોટાભાગની ટિપ્પણીઓ પાકિસ્તાની યુઝર્સ દ્વારા કરવામાં આવી હતી, ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો. હવે એ જ લોકો હસન અલીના ધર્મ અને તેની ભારતીય પત્ની વિશે ખરાબ અને અભદ્ર વાતો લખી રહ્યા છે. જો કે કેટલાક ભારતીય યુઝર્સે પણ હસન અલીને પોતાનો પ્રેમ આપ્યો છે.

ધર્મના નામે ઝેર ફૂંકતા પાકિસ્તાની યુઝર્સ કદાચ ભૂલી ગયા હશે કે એક ખેલાડી તરીકે તમારો ગમે ત્યારે ખરાબ દિવસ આવી શકે છે. ગુરુવારે હસન અલીનો દિવસ નહોતો. જો આખી પાકિસ્તાની ટીમ સાથે મળીને પણ હારને ટાળી શકી નથી તો હસન અલીને એકલા કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે? તેમના સંપ્રદાય અને પત્નીને આ બધા સાથે શું લેવા-દેવા?

ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપમાં સતત પાંચ મેચ જીતીને પાકિસ્તાનની ટીમની સુખદ સફરનો અંત લાવી દીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરીને 177 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને 15 ઓવરમાં પાંચ વિકેટે 115 રન બનાવવા દીધા હતા. જો કે ત્યાર બાદ આગળની ચાર ઓવરમાં રમત બદલાઈ ગઈ હતી.

Shah Jina