ખબર

મેટ્રોમાં છોકરીને સંસ્કાર શીખવવાવાળી મહિલાએ સાબિત કરી આપ્યું કે વડીલો હંમેશા સાચા નથી હોતા

સંસ્કાર શીખવાડતા વડીલો હંમેશા સાચા હોતા નથી, આ સત્ય ઘટના જાણીને વડીલ પર ધિક્કાર થશે

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીની મેટ્રોનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક આધેડ ઉંમરની મહિલા એક કપલ પર ખૂબ જ ખરાબ રીતે બૂમો મારતી દેખાઈ રહી છે અને એ મહિલાની બોલવાની રીત પરથી લાગી રહ્યું છે કે એ મહિલા હરિયાણાની હશે. લોકો તેને હરિયાણવી તાઈ કહી રહયા છે.

વાત એમ છે કે એક મહિના પહેલા મેટ્રોમાં છોકરા સાથે સેલ્ફી લઇ રહેલી છોકરીને આ મહિલાએ ઠપકો આપ્યો હતો. આ મહિલાએ બધાની સામે આ છોકરીની મજાક ઉડાવી અને પીટવાની ધમકી પણ આપી. આટલું જ નહીં, તેમને આ છોકરી સાથે ઉભેલા છોકરાને પાખંડી પણ કહ્યો. આજુબાજુ ઉભેલા લોકો વિડીયો રેકોર્ડ કરતા રહયા. એક મહિના પહેલા બનેલી ઘટનાનો આ વિડીયો છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. લોકોએ આ મહિલાને હરિયાણવી તાઈ કહેવાનું શરુ કરી દીધું છે અને લોકો તેમના ખૂબ જ વખાણ પણ કરી રહયા છે.

Image Source

જણાવી દઈએ કે આ 19 વર્ષીય યુવતી દિલ્હી યુનિવર્સીટીમાં અભયાસ કરે છે અને તે છેલ્લા ત્રણ વર્ષથી દિલ્હીના સાકેતમાં ડાન્સ શીખી રહી છે, તે રોજ નોઇડાથી સાકેત મેટ્રોથી ડાન્સ શીખવા જાય છે. છોકરી આ ઘટનાને ભૂલી ચુકી હતી, પણ એક મહિના બાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. તેને જોયું કે સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ બદબોઈ થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી એ યુવતીને લઈને કેટલાય મીમ્સ અને જોક્સ બની રહયા છે. આને કારણે યુવતી પરેશાન થઇ ગઈ અને પોલીસમાં ફરિયાદ કરી છે.

એક પ્રતિષ્ઠિત મીડિયા સાથે વાતચીતમાં આ યુવતીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરવા માટે તેને અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વિડીયો વાયરલ થયા બાદ તે મેન્ટલ ટ્રોમાથી પસાર થઇ રહી છે.

Image Source

વાત એમ છે કે મહિલા આ યુવતી પર એટલા માટે ભડકી ગઈ હતી એ એ છોકરી મેટ્રોમાં ડાન્સ કરી રહી હતી અને છોકરા સાથે સેલ્ફી લઇ રહી હતી. છોકરીએ જણાવ્યું કે તે ડાન્સ શીખે છે અને એ મેટ્રોમાં સ્ટેપ્સની પ્રેક્ટિસ કરી રહી હતી. એ વખતે જ તેને મિત્રએ સેલ્ફી લીધી, તેમાં એ મહિલાએ કઈ પણ વિચાર્યા અને જણાયા વિના ખિજાવાનું શરુ કરી દીધું.

બીજેપી આઇટી સેલના અરુણ યાદવે પણ ટ્વીટર પણ મહિલાની તસ્વીર શેર કરી, જેમાં કેટલાક લોકો મહિલાના ઘરે પહોંચ્યા હતા અને તેમની સાથે તસ્વીર લીધી હતી. અરુણ યાદવે લખ્યું. ‘આજે સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હરિયાણાની તાઈ. મેટ્રોમાં આશિકોનું ભૂત ઉતારવામાં માહિર. જય હો.’