અજબ પ્રેમની ગજબ કહાની: 19 વર્ષિય યુવતિને થયો 67 વર્ષિય વૃદ્ધ સાથે પ્રેમ, કરી લીધા લગ્ન અને પછી…

67 વર્ષના દાદાએ 19 વર્ષની છોકરી પટાવી, લગ્ન તો કર્યા એના થી પણ એક મોટું કામ કરી બેઠા…

ઘણીવાર લોકો કહે છે કે પ્રેમમાં ઉંમર નથી જોવાતી, તે કયારે અને કયાં થઇ જાય છે તેની ખબર જ નથી રહેતી. હાલ એક અજબ પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે, જયાં 67 વર્ષિય વૃદ્ધને 19 વર્ષિય યુવતિ સાથે પ્રેમ થઇ ગયો. તે બાદ બંનેએ લગ્ન કરી લીધા અને હવે તેઓએ હાઇકોર્ટમાં સુરક્ષાની ગુહાર લગાવી છે. પતિ-પત્નીએ તેમના પરિજનોથી પોતાની જાનને ખતરો છે તેવું જણાવ્યુ છે.

અદાલતે આ મામલે ગંભીરતા જોઇ પોલિસને નિર્દેશ કર્યો છે કે તે એક સ્પેશિયલ ટીમનું ગઠિત કરે. જેમાં એક મહિલા પોલિસકર્મી પણ સામેલ હોવી જોઇએ. બંનેની સુરક્ષા કરો, સાથે જ વૃદ્ધ વિશે તપાસ કરો. આ મામલે હરિયાણાના પલ્લવનો છે. તે બંનેએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં સુરક્ષાની ગુહાર લગાવી છે.

આ મામલે ડીએસપીએ જણાવ્યુ કે, યુવતિના પરિજનોને ગામમાં જમીની વિવાદ હતો અને પ્રેમ લગ્ન કરનાર વૃદ્ધ વ્યક્તિ તેમની મદદ કરવા જતા હતા. આ દરમિયાન બંને વચ્ચે સંપર્ક થયો હતો. તે બાદ તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. ઘરવાળાને જયારે આ વાતની જાણ થઇ તો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ તે બાદ બંનેએ લગ્ન કરી લીધા.

તમને જણાવી દઇએ કે, ગામ હુંચપુરી નિવાસી 67 વર્ષિય વૃદ્ધ વ્યક્તિએ નૂંહ જિલ્લાની એક ગામની 19 વર્ષિય યુવતિ સાથે કેટલાક દિવસ પહેલા જ લગ્ન કર્યા છે. હેરાનીની વાત તો એ છે કે વૃદ્ધ પહેલાથી પરિણિત અને 7 બાળકોના પિતા છે. તેની પત્નીની 4 વર્ષ પહેલા જ મોત થઇ ચૂકી છે. જયારે યુવતિના પણ પહેલા લગ્ન થઇ ચૂક્યા છે પરંતુ તેને કોઇ બાળક નથી.

Shah Jina