21 કરોડના પાડાનું થયું હતું દુઃખદ અવસાન, મોતનું કારણ જાણીને ડરી જશો…લાખો રૂપિયાની રોજગારી આપતો

પ્રાણીઓની ખરીદ વેચાણ માટે ભરાતા મેળાની અંદર ઘણીવાર એવા એવા પ્રાણીઓના ભાવ સાંભળવા મળે છે જેને સાંભળીને કોઈપણ હેરાન રહી જાય અને ઇન્ટરનેટ ઉપર પણ આવા પ્રાણીઓ ચર્ચાનો વિષય બનતા હોય છે. થોડા સમય પહેલા એવા જ એક મેળામાં સુલતાન નામનો પાડો ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ હાલ તેનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હોવાની ખબર આવી રહી છે.

હરિયાણાની શાન તરીકે ઓળખાતા સુલતાનનું ગત રોજ નિધન થઇ ગયું. સુલતાન પશુ મેળામાં પોતાના માલિકનું જ નહિ આખા પ્રદેશનું નામ રોશન કરી ચુક્યો છે અને તેની ખરીદી માટે 21 કરોડ રૂપિયા સુધીની ભારે ભરખમ રકમની બોલી પણ લગાવવામાં આવી હતી. પરંતુ હવે પશુ પ્રેમીઓને સુલતાનનો જલવો કયારેય જોવા નહીં મળે. જાણવા મળી રહ્યું છે કે સુલતાનનું હાર્ટ એટેકના કારણે નિધન થઇ ગયું છે.

સુલતાનના માલિક નરેશ બેનીવાલના જણાવ્યા પ્રમાણે તે મુર્રા પ્રજાતિનો દુનિયાનો સૌથી લાંબો અને ઊંચો પાડો હતો. સુલતાનનું વજન 1700 કિલોગ્રામ અને ઉંમર 12 વર્ષની હતી. તે એકવાર જો બેસી જતો હતો તો 7થી 8 કલાક સુધી બેઠેલો જ રહેતો હતો. બેનીવાલે એમ પણ જણાવ્યું કે ભારતમાં થેયેલી  સ્પર્ધાઓમાં સુલતાન વિજેતા રહી ચુક્યો છે. પરંતુ હવે તેની મોતના કારણે આખો બેનીવાલ પરિવાર સદમાંમાં છે.

સુલતાનની કિંમત આટલી વધારે હોવાનું કારણ તે હતું કે પાડો ભેંસોને ગર્ભવતી બનાવવા નાતે દરેક પશુપાલક તેનું સીમેન ખરીદતા હતા. તેનું સ્પર્મ લાખો રૂપિયામાં વેચાતું હતું અને સુલતાન હજારો સીમેનના ડોઝ આપતો હતો. જે 300 રૂપિયા પ્રતિડૉઝના હિસાબે વેચાતું હતું. જેના કારણે તે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરતો હતો. પુષ્કરના મેળાની અંદર એક વિદેશીએ સુલતાનની કિંમત 21 કરોડ રૂપિયા લગાવી હતી. ત્યારે તેના માલિકે તેને વેચવાની ના પાડી દીધી હતી.

Niraj Patel