વહુએ સાસુ-સસરા અને પતિ વિરૂદ્ધ પોલિસ સ્ટેશનમાં દાખલ કરાવી ફરિયાદ તો ત્રણેયે કર્યુ એવું કે… જાણી આઘાત લાગશે

દેશભરમાંથી છેલ્લા કેટલાક દિવસોથી આપઘાત કર્યાના કિસ્સા વધુ સામે આવી રહ્યા છે. કેટલાક લોકો પરિવારની પ્રતાડનાથી આપઘાત કરતા હોય છે, તો કેટલાક લોકો આર્થિક મુશ્કેલીઓને કારણે આપઘાત કરતા હોય છે. ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરિણિતાના સાસુ-સસરા અને પતિએ ઝહેર ખાઇ આત્મહત્યા કરી લીધી. સસરાના ભાઇએ આરોપ લગાવ્યો છે કે તેમના ભાઇની વહુ તેમને સતત પરેશાન કરી હતી અને જૂઠી ફરિયાદ પણ કરતી હતી.

Image source

વહુએ દહેજ પ્રતાડના અને મારપીટની ફરિયાદ કરી હતી, જેનાથી પરેશાન થઇને ત્રણેયએ ઝહેર ખાઇને જીવ આપી દીધો. પોલિસે મૃતકના ભાઇની ફરિયાદ આધારે વહુ સહિત સાત પર આપઘાત માટે વિવશ કરવાનો કેસ દાખલ કર્યો છે. પોલિસે ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ કરાવી પરિજનોને સોંપી દીધી છે.

આ ઘટના હરિયાણાના સોનીપતમાં બની છે. શહેરના ન્યુ મહાવીર કોલોની નિવાસી દિનેશ કુમાર ભવન નિર્માણ ઠેકેદાર છે. તે પત્ની બ્રજેશ અને દીકરા અંકિત સાથે રહે છે. તેમની દીકરી નેહાના લગ્ન થઇ ચૂક્યા છે. અંકિતના લગ્ન દિલ્લીના નફજગઢની ચંચલ પાર્ક નિવાસી ડોલી સાથે થયા છે. અંકિત પહેલા એમેઝોન કંપનીમાં કામ કરતો હતો. તેના લગ્ન લગભગ 4.5  વર્ષ પહેલા થયા હતા અને તેને 3.5 વર્ષનો દીકરો યુગ પણ છે.

Image source

અંકિત લોકડાઉન બાદથી ઘરે હતો. ડોલીએ તેના સાસરિયા વિરૂદ્ધ દહેજ પ્રતાડના અને મારપીટની ફરિયાદ કરી રાખી હતી. જે બાદ તે લગભગ 2 સપ્તાહથી પિયરમાં રહેતી હતી. ગત રવિવારના રોજ લગભગ 10 વાગે દિનેશભાઇ, તેમની પત્ની અને દીકરાએ ઘરે ઝહેર ખાઇ આત્મહત્યા કરી લીધી. તે સમયે તે ત્રણેય ઘરે હતા. તે બાદ તેમની હાલ બગડી અને અંકિતે કહ્યુ કે, તેમણે ઝહેર ખાઇ લીધુ છે. કોઇ તેમને બચાવી લે.  તે બાદ પાડોશમાં રહેનાર કાકા અનીલે ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. સારવાર દરમિયાન ત્રણેયની મોત થઇ ગઇ. સૂચના બાદ પોલિસ ઘટનાસ્થળે પહોંચી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી.

Image source

અંકિતના કાકાએ પોલિસને ફરિયાદ લખાવી કે તેમના ભત્રીજાની પત્ની ડોલી વારંવાર પોલિસમાં ફરિયાદ કરી રહી હતી. તેણે બે દિવસ પહેલા જ તેમના ભાઇ, અંકિત અને ભાભી વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. પોલિસે ગત મંગળવારના રોજ તેમને પોલિસ સ્ટેશન પણ બોલાવ્યા હતા. આ મામલે મૃતકો પર 107/514 અંતર્ગત કાર્યવાહી થઇ હતી. આ ઘટનાથી ત્રણેય પરેશાન હતા અને તેમણે પરેશાન થઇ આત્મહત્યા કરી લીધી. અંકિતના કાકાની ફરિયાદને આધારે પોલિસે ડોલી, તેના પિતા, માતા, ભાઇ અને નાના ભાઇઓ સહિત સાત વિરૂદ્ધ આત્મહત્યા માટે વિવશ કરવા કેસ દાખલ કરી લીધો છે.

Shah Jina