પતિના અવૈધ સંબંધોથી કંટાળીને મહિલાએ ભર્યું એવું પગલું કે વાંચીને તમારું હૈયું પણ કંપી ઉઠશે

આજકાલ સમાજની અંદર પતિ પત્ની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિના પ્રવેશ થવાની ઘણી વાતો સાંભળવા મળે છે. સમાચાર અને સોશિયલ મીડિયા ઉપર પણ આવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે. આવા ઘણા કિસ્સાઓનો અંજામ પણ ઘણીવાર કરુણ આવતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ હરિયાણાના રોહતકમાંથી સામે આવ્યો છે.

પતિના ખરાબ ચારિત્ર્યથી કંટાળીને એક મહિલાએ પોતાની અને પોતાની બે દીકરીઓની જિંદગી જ ખતમ કરી નાખી. આ મામલામાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

ખબર પ્રમાણે પતિ અને તેની પ્રેમિકાથી હેરાન થઈને સોનિયા નામની મહિલાએ રવિવારના રોજ પોતાની બે દીકરીઓ સાથે ઝેર ખાઈ લીધું. જેના બાદ સોનિયાના પરિવાર વાળાએ તેના પતિ અને પ્રેમિકા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે અને ઘણા ખુલાસા પણ કર્યા છે.

રોહતકના ઝજ્જર જિલ્લાના ગામ ભાપડૌદા ગામના રહેવાસી દેવેન્દ્ર સિંહે અર્બન એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. દેવેન્દ્ર સિંહ અનુસાર તેમની દીકરી સોનિયા (40)ના લગ્ન બોહર નિવાસી રાજેશ સાથે લગભગ 18 વર્ષ પહેલા કરવામાં આવ્યા હતા. આ લગ્નથી તેને ત્રણ બાળકો હતા. ને દીકરીઓ અને એક દીકરો. મોટી દીકરી 16 વર્ષની અને નાની દીકરી 12 વર્ષની તેમજ દીકરો 7 વર્ષનો હતો.

દેવેન્દ્રએ પોતાની ફરિયાદમાં લખાવ્યું છે કે, “સોનિયા રાજેશના ચારિત્ર્યથી પરેશાન હતી અને મોટાભાઈ ઘરે રાજેશના ખોટા ચારિત્ર્ય વિશે વાત કરતી હતી અને કહે હતી કે રાજેશનો એક મહિલા સાથે સંબંધ છે. મહિલા એક એકડમીમાં ભણાવે છે.

જયારે તે રાજેશને આ વિશે વાત કરતી હતી ત્યારે રાજેશ તેને મારતો હતો. એટલું જ નહીં સોનિયાની મોટી દીકરીને પણ તેના પિતાના સંબંધો વિશેની જાણ હતી. જેનાથી નારાજ આરોપી પિતાએ દીકરીની સ્કૂલ પણ છોડાવી દીધી. રાજેશે પોતાની પ્રેમિકા સાથે મળીને પણ સોનિયા સાથે મારઝૂડ કરી.

સોનિયાનો દીકરો એક અઠવાડિયા પહેલા જ તેના મામાના ઘરે ગયો હતો. સોનિયાએ રવિવારના રોજ આત્મહત્યા કરતા પહેલા જ સવારે લગભગ 10 વાગે પોતાના પિયરમાં ફોન કર્યો હતો. વાતચીત દરમિયાન તે ઘણી જ પરેશાન હતી.  તે વારંવાર પોતાના દીકરાને તેમની પાસે મોકલવાની વાત જણાવતી હતી. પરિવારજનોએ કહ્યું કે જલ્દી જ દીકરાને તેની પાસે મોકલી દેશે. પરંતુ બપોર સુધીમાં સોનિયાએ તેની દીકરીઓ સાથે આત્મહત્યા કરી લીધી.

Niraj Patel