ખબર

દેશ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે તે રસી ભરોસા લાયક છે? આ મંત્રી નીકળ્યા ફરી પોઝિટિવ

કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો 9,608,418 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાની રસીને લઈને પણ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ વચ્ચે હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલ વીજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અનિલ વીજે ટ્વીટર પર આ અંગેની જાણકારી આપી છે. સૌથી મોટી વાત એ છે કે, અનિલે નવેમ્બર મહિનામાં જ કોવેક્સિનની ટ્રાયલ દરમિયાન રસી લગાવી હતી.

Image source પ્રતિકારત્મક તસ્વીર

અનિલ વીજે ટ્વીટર પર જાણકારી આપી છે કે તે કોરોનાથી સંક્રમિત થયા છે. અનિલ વીજને અંબાલા કેન્ટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની ભલામણ કરી છે. દેશનો આ પહેલો કિસ્સો છે જેમાં રસી લગાવ્યા બાદ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

20 નવેમ્બરના રોજ હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજને કોરોનાની સ્વદેશી રસી ‘કોવાક્સિન’ ના ત્રીજા તબક્કાની પ્રથમ રસી અંબાલા કેન્ટની સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવી હતી. પીજીઆઈ રોહતકની ટીમની દેખરેખ હેઠળ મંત્રી વિજને રસી અપાઇ હતી. ત્યારબાદ તેમને અડધો કલાક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા.

Image source પ્રતિકારત્મક તસ્વીર

આ પહેલા રોહતક પીજીઆઈ ટીમે આરોગ્ય પ્રધાન અનિલ વિજના લોહીના નમૂના લીધા હતા. સફળ ટ્રાયલ પછી મંત્રી વિજે વિજયનું નિશાન બતાવ્યું અને સીધા જ ચંડીગઢ ઓફિસ માટે રવાના થયા હતા. મંત્રીએ પોતે આરામ કરવાને બદલે કામ પર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આના પર ડોકટરોની ટીમે તેને મંજૂરી આપી હતી.

Image source પ્રતિકારત્મક તસ્વીર

જણાવી દઈએ કે, હરિયાણામાં કોવિસિન માટેની રસી ચકાસવાની જવાબદારી પંડિત ભાગવત દયાળ શર્મા યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસના પીજીઆઈએમએસને સોંપવામાં આવી છે. પ્રથમ ડોઝ પછી 28 દિવસ પછી બીજો ડોઝ આપવાનો હતો. તેના શરીરમાં એન્ટિબોડીઝનું 48 દિવસ પછી પરીક્ષણ કરવામાં આવશે. યોગ્ય પરિણામ મળતાં દેશભરની 21 ઓળખાયેલી સંસ્થાઓમાં કુલ 25,800 સ્વયંસેવકોને આ ડોઝ આપવામાં આવશે.