દર્દનાક ઘટના : પિતાએ તેના એકના એક માસૂમ 10 વર્ષના દીકરાને મારી દીધી ગોળી અને પછી…

હરિયાણાની હ્રદયદ્રાવક ઘટના : પિતાએ 10 વર્ષના એકના એક દીકરાની ગોળી મારી કરી દીધી હત્યા, પછી પોતે પણ…

દેશભરમાંથી ઘણીવાર ચોંકાવનારી અને હ્રદયદ્રાવક ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે કોઇ કારણસર આખો પરિવાર આપઘાત કરી લેતો હોય છે તો ઘણીવાર એવું બનતુ હોય છે કે કોઇ કારણોસર કોઇ બાપ તેના દીકરાની હત્યા કરી દેતો હોય અને પછી પોતે પણ આપઘાત કરી લેતો હોય. હાલ આવો જ એક કિસ્સો હરિયાણામાંથી સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ તેના 10 વર્ષના દીકરાની ગોળી મારીને હત્યા કરી દીધી. પુત્રને ગોળી માર્યા બાદ તેણે પોતે પણ તેના કપાળ પર પણ ગોળી મારી હતી. આ ઘટનામાં ઘાયલ પિતા પુત્રને હિસાર લઈ જવામાં આવ્યા જ્યાં બંનેનું મોત થયું. પોલિસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

ઘટનાની વિગત જોઇએ તો હરિયાવાસ ગામનો રહેવાસી સંદીપ રવિવારના રોજ લગભગ બે વાગ્યા આસપાસ ઘરેથી તેના દીકરા સાથે ખેતરમાં ગયો હતો. ત્યાં તેણે તેના એકના એક દીકરા મયંકને ગોળી મારી. ગોળી લાગવાથી મયંક ઘાયલ થયો હતો અને જમીન પર પડ્યો હતો. મયંકની હત્યા કર્યા બાદ સંદીપે પોતાને પણ ગોળી મારી દીધી. જ્યારે પરિવારના સભ્યોને આ જાણ થઈ ત્યારે તેઓ ચોંકી ગયા અને બંનેને હિસારની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ તેનું મોત થઇ ગયું હતુ.

પ્રતિકાત્મક તસવીર

આ બાબતે પરિવારજનોનું કહેવું છે કે સંદીપ માનસિક રીતે બીમાર હતો. તેની સારવાર પણ ચાલી રહી હતી. સંદીપ એક કેસમાં જેલમાં પણ આવ્યો હતો. માહિતી મળતાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સંદીપ શર્માએ જણાવ્યું કે પિતા-પુત્રના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ મામલે હજી કોઇ પણ વધુ વિગત સામે આવી નથી. તપાસ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંદીપ ખેડૂત હતો અને તેની પાસે ઘણી જમીન હતી. સંદીપનો એક નાનો ભાઈ છે જે તેને તેના ખેતરના કામમાં મદદ કરે છે. સંદીપને એક જ પુત્ર હતો.

Shah Jina