ઘોર કળિયુગ: 19 વર્ષના દીકરાએ જ માતા-પિતા, નાની અને બહેનની ગોળી મારી કરી નાખી બેરહમીથી હત્યા, પછી કરવા લાગ્યો પાર્ટી

રાક્ષસ દીકરાએ મા-બાપ, બહેન અને નાનીને ગોળીઓથી રહેંસી નાખ્યા, હત્યા કર્યા બાદ પોલીસને સંભળાવી ડરામણી કહાની

દેશભરમાં હત્યા અને લૂંટના બનાવો સતત સામે આવી રહ્યા છે. ઘણીવાર હત્યાના કાવતરામાં પરિવારનું જ કોઈ સદસ્ય જોડાયેલું હોવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે, ત્યારે હાલ એવી જ એક ઘટનાએ ચકચાર મચાવી દીધો છે. જેમાં એક દીકરાએ પોતાના માતા પિતા, નાની અને બહેનની ગોળી મારીને હત્યા કરી નાખી હતી અને હત્યા કર્યા બાદ તે મિત્રો સાથે પાર્ટી કરવા ચાલ્યો ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર હરિયાણાના રોહતકમાં 6 દિવસ પહેલા થયેલા એક જ પરિવારના ચાર લોકોની હત્યાના મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પરિવારના સભ્યોની હત્યા કરનારું બીજું કોઈ નહીં પરંતુ પરિવારનો દીકરો જ નીકળ્યો. જેને તેની માતા, પિતા, બહેન અને નાનીને મોતને ઘાટ ઉતારી દીધા. હાલ પોલીસે આરોપી દીકરા અભિષેક ઉર્ફે મોનુની ધરપકડ કરી લીધી છે અને પુછપરછ દરમિયાન તેને ગુન્હો કબૂલી રહસ્ય પણ ઉકેલ્યું છે.

ગત શુક્રવાર 27 ઓગસ્ટના રોજ રોહતક જિલ્લાના ઝજ્જર ચૂંગી સ્થિત શીતળ નગર કોલોનીમાં એક દર્દનાક ઘટના બની હતી. જ્યાં એક ઘરમાં ઘૂસીને પરિવારના મુખિયા અને પ્રોપર્ટી ડીલર 45 વર્ષીય પ્રદીપ મલિક, 40 વર્ષીય તેમની પત્ની બબલી, 60 વર્ષીય તેમના સાસુ રોશની અને 17 વર્ષની દીકરી તમન્ના ઉપર ગોળીઓ વરસાવવામાં આવી હતી. પતિ પત્ની અને સાસુનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. તો દીકરીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

આ સમગ્ર હત્યાકાંડના મામલામાં પોલીસની પાંચ ટીમ તપાસ કરી રહી હતી. જેમણે આ કેસનો ખુલાસો કર્યો. આરોપી અભિષેકની પોલીસે કડકાઈથી પુછપરછ કરતા તેને પોતાનો ગુન્હો કબુલ્યો હતો.  તેની સાથેની પુછપરછમાં માલુમ પડ્યું કે આ હત્યાઓ પાછળનું કારણ પ્રોપર્ટીનો વિવાદ હતો.

મૃતક પ્રદીપે તેની બધી જ સંપત્તિ તેમના દીકરાની જગ્યાએ દીકરી તમન્નાના નામ ઉપર કરી દીધી હતી. જેને લઈને પિતા-પુત્રમાં અવાર નવાર બોલચાલ પણ થતી હતી. આજ કારણે અભિષેક તેના પરિવારથી નારાજ રહેતો હતો, જેના બાદ તેને યોજના બનાવીને આ સમગ્ર હત્યાકાંડને અંજામ આપ્યો.

આ હત્યાકાંડનો મુખ્ય આરોપી અભિષેક મૃતક પ્રદીપનો એકમાત્ર દીકરો હતો અને તે જાટ કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો. પોલીસ હવે આ મામલામાં તપાસ કરી રહી છે કે આ હત્યાકાંડમાં કોઈ અન્ય વ્યક્તિનો હાથ છે કે નહિ. આરોપી પોતાના પરિવારને મારી અને ચારેય શબોને લોહીમાં લથબથ હાલતમાં રૂમની અંદર બંધ કરી તાળું લગાવીને ભાગી ગયો હતો.

આ ઘટના બાદ અભિષેક તેના મિત્રો સાથે એક હોટલમાં ચાલ્યો ગયો હતો, અને ત્યાં તે મિત્રો સાથે પાર્ટી કરવા લાગ્યો હતો. જયારે શરૂઆતમાં પોલીસે તેને પૂછ્યું તો તેને મિત્રો સાથે હોટલમાં હોવાનું અને ઘરે આવ્યો ત્યારે દરવાજો ખખડાવવા છતાં પણ કોઈએ ખોલ્યો નહો તેમ જણાવ્યું હતું.

Niraj Patel