અદ્દભુત-અજબગજબ ખબર પ્રસિદ્ધ

વેસ્ટમાંથી બનાવે છે બેસ્ટ આ કલાકાર, તેની કલા જોઈને તમને પણ ખાલી બોક્સ ફેંકવાનું મન નહિ થાય

દુનિયાની અંદર ઘણા કલાકારો એવા પડેલા છે જે નકામી વસ્તુઓનો ઉપયોગ પણ એટલી સારી રીતે કરતા હોય છે કે એ વસ્તુઓને જોઈને એમ લાગે પણ નહિ કે આ નકામી હશે. ઘણા કલાકારો પોતાની આગવી કલા દ્વારા નામના મેળવતા હોય છે. આજે આપણે એવા જ કલાકારની વાત કરીશું જેની કલા જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો.

 

View this post on Instagram

 

A post shared by 空箱職人 はるきる (@kharukik97) on

મોટાભાગે આજે સામાન બોક્સની અંદર આવતો હોય છે. કોઈ બિસ્કિટ કે પછી જીવન જરૂરિયાતની કોઈ બીજી વસ્તુ હશે તે મોટાભાગે બોક્સમાં જ આવે છે. આપણે બોક્સની અંદર રહેલી એ વસ્તુનો ઉપયોગ કરીને બોક્સને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ ક્યારેય તેનો ઉપયોગ કરવાનું વિચારતા નથી.

 

View this post on Instagram

 

A post shared by 空箱職人 はるきる (@kharukik97) on

પરંતુ આ કલાકાર નકામા બોક્સનો ઉપયોગ કરીને સુંદર મઝાની કલાકૃતિઓ બનાવે છે, તેને જોઈને તો માનવામાં જ ના આવે કે આ નકામા બોક્સમાંથી બનેલી કલાકૃતિઓ છે. આપણે જે સુપરહીરોને ટીવીમાં જોઈએ છીએ એવી હૂબહૂ કલાકૃતિ આ કલાકાર બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by 空箱職人 はるきる (@kharukik97) on

આ કલાકાર જાપાનનો છે. તેનું નામ છે હારુકી (Haruki), આ વ્યક્તિ નકામા બોક્સનો ઉપયોગ કરીને કલાકૃતિ બનાવે છે અને તેની તસવીરો પણ પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by 空箱職人 はるきる (@kharukik97) on

હારુકી આ બોક્સમાંથી સુપરહીરો, એક્શન કેરેક્ટર, જાનવર, અને બીજી ઘણી સરસ મઝાની કૃતિઓ તૈયાર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by 空箱職人 はるきる (@kharukik97) on

આ વ્યક્તિ બોક્સના કાગળને કાપી અને તેને અવનવા વળાંકો આપીને આ પ્રકારની કલાકૃતિઓ બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by 空箱職人 はるきる (@kharukik97) on

સોશિયલ મીડિયામાં પણ તેની આ કલાકૃતિઓ ખુબ જ છવાયેલી રહે છે. ઘણા લોકો તેને ફોલો પણ કરે છે અને તેની આ કલાકૃતિઓની પ્રસંશા પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by 空箱職人 はるきる (@kharukik97) on

હારુકીએ પોતાની એક યુટ્યુબ ચેનલ પણ બનાવી છે જેની અંદર પણ તે આ કલાકૃતિઓ બનાવતા વિડીયો પોસ્ટ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by 空箱職人 はるきる (@kharukik97) on

હારુકી બોક્સ અને નકામા રંગબેરંગી કાગળનો ઉપયોગ કરીને ઘર, ડેકોરેશનની વસ્તુઓ, ફૂલો વગેરે બનાવીને પોસ્ટ કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.