હરતાલિકા તીજ પર શનિ-શુક્ર બનાવશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકો થશે માલામાલ- ખાસ કરીને સ્ત્રીઓ

હરતાલિકા તીજ પર ગ્રહોની સ્થિતિ સર્વાર્થ સિદ્ધિ, શોભન, ગજકેસરી અને પંચમહાપુરુષ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ શુભ યોગોમાં શિવ સાધનાનું ફળ બમણું થઈ જાય છે, એવી માન્યતા છે.આ દિવસે શનિ મીન રાશિમાં હશે અને શુક્ર મિથુન રાશિમાં હશે. આ બંને ગ્રહ એકબીજાથી ૧૨૦ ડિગ્રીના અંતરે આવશે જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. આ યોગ જાતકના જીવનમાં સમૃદ્ધિ, ધન, સંપત્તિ, કરિયરમાં સફળતા અને સામાજિક પ્રતિષ્ઠા લાવે છે.

સિંહ રાશિની સ્ત્રીઓ માટે હરતાલિકા તીજ અત્યંત ફળદાયક હશે. આર્થિક દૃષ્ટિએ લાભ પ્રાપ્ત થશે. કરિયરમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે. પતિ-પત્ની વચ્ચે ચાલતા મતભેદો દૂર થશે.

હરતાલિકા તીજ મેષ રાશિની મહિલાઓ માટે સૌભાગ્ય લઈ આવી રહ્યો છે. બિઝનેસ વુમનને પૈસાની વૃદ્ધિ જોવા મળશે. નોકરીની સાથે સંબંધો માટે પણ સારી તકો આવી શકે છે.

નવપંચમ રાજયોગથી મીન રાશિવાળી સ્ત્રીઓ હરતાલિકા તીજથી પોતાના નવા કાર્યની શરૂઆત કરવામાં સમર્થ બનશે. તમારા કાર્યની પ્રશંસા થશે, જેનાથી કાર્યસ્થળે તમારો પદ-કદ વધશે. વૈવાહિક જીવનમાં સંતાન પ્રાપ્તિના યોગ છે.

હરતાલિકા તીજ પર રાત્રિકાળમાં શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. જે સ્ત્રીઓ આ દિવસે વ્રત ન રાખી શકતી હોય તેઓ પૂજામાં કથાનું શ્રવણ અવશ્ય કરે, આનાથી વ્રત કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Shah Jina
error: Unable To Copy Protected Content!
Exit mobile version