ધાર્મિક-દુનિયા

શ્રીકૃષ્ણનાં કુળદેવી વસે છે આ ડુંગર પરને આવેલું છે આ મંદિર ગુજરાતમાં જ, વાંચો જાણો આ જગ્યાનો અદભૂત ઇતિહાસ

પોરબંદર જીલ્લામાં આવેલ ગાંધવી ગામ. ને ગામના સમુદ્રકિનારે આવેલો છે કોયલો ડુંગર જ્યાં વસે છે જગત જનની મા હરસિદ્ધિ. જે ભગવાન ક્રુષ્ણના પણ કુળદેવી છે. તો ચાલો આજે જાણીએ મા હરસિદ્ધિનો જાજરમાન ઇતિહાસ..

Image Source

ભારત દેશમાં કેટલાય ચમત્કારી મંદિરો આવેલા છે. તતેમજ તેના ચમત્કારો અન પરચા પણ અપરંપાર છે. એવા જ એક દેવી જ ગાંધવી ગામના કોયલા ડુંગર પર બીરજમાન છે. એ મંદિરનો ઇતિહાસ પણ ચમત્કારો અનેપરચાથી ભરેલો છે.
કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણ બેટ દ્વારિકામાં રાજ કરે રહ્યા હતા. ત્યારે, બેટદ્વારિકામાં એક રાક્ષસનો ત્રાસ વધી ગયો હતો. એ રાક્ષસનું નામ હતું શંખાસૂર, આખા દ્વારિકાના લોકો પણ આ રાક્ષસના શારીરિક અને માનસિક ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે દ્વારિકા અને બેટ દ્વારિકાના લોકો ભેગા મળીને ક્રુષ્ણ પાસે મદદ માંગવા જાય છે અને આ રાક્ષસનો નાશ કરવા માટે પ્રાર્થના કરે છે.

ત્યારે ભગવાન કૃષ્ણ પણ મુંજાયા. કે આ રાક્ષસને હણવો કેવી રીતે. તેના માટે મારા કુલદેવીની આરાધના કરવી પડશે ને આશીર્વાદ પ્રાપ્ત કરવા પડશે.ત્યારે કૃષ્ણ દ્વારિકાથી કોયલા ડુંગર માતા હરસિદ્ધિના આશીર્વાદ પામવા માટે સતત 6 મહિના સુધી કઠોર તપ કર્યું. કૃષ્ણના તપથી માતા હરસિદ્ધિ પ્રસન્ન થયા, ને હરસિદ્ધિમાતાએ ક્રુષ્ણને સંબોધીને કહ્યું કે, હે પૂર્ણ પુરુષોતમ-તમારા પર તો આ જગતની તમામ શક્તિઓના કૃપા છે. તમે તો સર્વ શક્તિમાન છો. બોલો મને કેમ યાદ કરી.

ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે, મા તમે મારા કુળદેવી છો. તમારા આશીર્વાદ વગર તો હું એક તણખલું પણ ઉપાડવા સક્ષમ નથી. મારે મહા શક્તિશાળી અને પરાક્રમી એવા દ્વારિકામાં રહેતા રાક્ષસ શંખાસૂરનો નાશ કરવો છે. ને તેના માટે મારે તમારો સાથ અને આશીર્વાદ જોઈએ છે.

Image Source

“હું તારી સાથે જ છુ. તું કાર યુદ્ધ ને એને હણી નાખ. ને એક અવાજ કરજે હું હાજરાહજુર તમારી સાથે રહીશ.”
ને માતાજીનાં આશીર્વાદ લઈને કૃષ્ણે 6 મહિના સુધી શંખાસૂર સાથે ઢોર યુદ્ધ કર્યું ને શંખાસૂરને હણી નાખ્યો ને કૃષ્ણનો યુદ્ધમાં વિજય થયો. ત્યારે ક્રુષ્ણ કોયલા ડુંગર આવી છપ્પનકોટિ યાદવો મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું ભવ્ય મંદિર બનાવ્યું ને માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી. ભગવાન કૃષ્ણના હાથે બંધાયેલ આ મંદિર આજે પણ એમ જ છે. કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે 500 જેટલાં પગથિયાં છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીનાં દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે. ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યાં તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે.

એક એવી માન્યતા હતી કે જે કોઈ દરિયા કાંઠેથી વેપાર અર્થે પસાર થાય તેને માતાજીનું સ્મરણ કરીને દરિયામા શ્રીફળ ને ચુંદડી ચડાવવા. એકવાર કચ્છનો લોભી વાણિયો જગદુશા કોયલા ડુંગર પાસેથી પસાર થાય છે. ત્યારે એને આ વાતની જાણ હોવા છતાં એને માતાજીની મશ્કરી કરી અને શ્રીફળ ચુંદડી દરિયામાં અર્પણ ન કાએયા ત્યારે તેના હીરા જવેરાતથી ભરેલા સાતેય વહાણો ડૂબવા લાગ્યા. ત્યારે તેની ભૂલનો તેને પસ્તાવો થયો ને કોયલા ડુંગર સામે કરગરી બે હતાઃ જોડી માતા હરસિદ્ધિનું સ્મરણ કરવા લાગ્યું, “ હે મા મારી ભૂલ થઈ ગઈ. હું તમારી શક્તિને ઇલખી ન શક્યો. મારા ડૂબતાં વહાણોને બચાવે લો મા. હું તમારા મંદિરે આવીને ચુંદડી ચડાવી જઈશ.આટલું બોલતા જ મા એ સાતેય વહાણોને ડૂબતાં બચાવ્યા. ને ત્યારે જગદુશા વાણિયો આ દેવી શક્તિને ઓળખી ગયો એ વહાણ ને કિનારે મૂકીને ડુંગર પર બિરાજમાન દેવીના દર્શન કરવા માટે ડુંગર ચડે છે. પણ 500 પગથિયાં ચડતા ચડતા જ થાકી જાય છે.

Image Source

હર્સિદ્ધિમાતાને વંદન કરી ડુંગરની તળેટીમાં બેસવા પાર્થના કરી જેથી ભક્તોને ડુંગર પર ચડવા ન આવી શકે તે લોકો નીચેથી જ દર્શન કરી શકે. જગડુશાની માતાજીને ભાવભરી પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયાં અને વરદાન માગવા કહ્યું. તે જ સમયે જગડુશાએ કહ્યું કે ‘માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈનાં વહાણ ડૂબે નહીં તેવું કરો.’ માતાજીએ જગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે ‘જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું. જગડુશાએ માતાજીની શરત માન્ય રાખી એક એક પગથિયે પશુ બલિ ચડાવી.

પરંતુ માતાજીને જગદુશાની પરીક્ષા કરવાનું મન થયું ને ચાર બલિ ને ગાયબ કરી દે છે. ને ત્યારે માતાજીએ કહ્યું કે હું હવે એકેય પગથિયું નહી નીચે ઊતરું. મારી બલી ક્યાં ? આજુબાજુમાં કેટલીય તપાસ કરી અંતે જગદુશાએ પોતાની જ બલી આપવાનો નિર્ણય કર્યો. ત્યારે તેની બે પત્ની અને એક દીકરો પણ બલી આપવા માટે તૈયાર થઈ ગયા, પોતાની બંને પત્ની ને એક ને એક દીકરાની બલી આપ્યા બાદ જગદુશાએ જ્યાં પોતાની બલી આપવા જતો હતો ત્યાં જ માતાજી જગદુશાની ભક્તિથી પ્રસન્ન થઈ બધી જ બલીઓને જીવતા કર્યા ને જગડૂશાએ બંધાવેલ મંદિરમાં બીરજમાન થાય ચે ને જગદુશાના કુળદેવી બની પૂજાશે એવું વચન આપ્યું.

Image Source

આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય છે. ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્નણ ત્રિવેદીના પણ કુળદેવી ગણાતાં હરસિદ્ધિ માતાના મંદિરે જવા માટે પોરબંદરથી પ્રાઈવેટ વાહનોની અને એસ.ટી. બસની સગવડ છે.

કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો…!!! તમારી પણ મનોકામના પૂર્ણ થશે

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App