ધાર્મિક-દુનિયા

આજે વાંચો શ્રી કૃષ્ણના કુળદેવી માતા હરસિદ્ધિ માતાનો ઇતિહાસ!!!

આપણા દેશમાં દેવી દેવતાઓનો અનેરો મહિમા છે. તેમના લાખો મંદિરો આપણા દેશમાં આવેલા છે. આ મંદિરોના પણ જુદા-જુદા ઇતિહાસ અને જુદા-જુદા ચમત્કારો છે. ત્યારે માતાજીના જુદા-જુદા સ્વરૂપોના જુદા-જુદા મંદિરો છે. દેવી માતા જુદા-જુદા રૂપે પૂજાય છે. ભક્તોને તેમનામાં અપરંપાર શ્રદ્ધા પણ છે. ત્યારે વાત કરીએ આવા જ એક મંદિર વિશે… પોરબંદર પાસે આવેલ ગાંધાવી ગામમાં માતા હરસિદ્ધિનું મંદિર આવેલું છે. તેનું મહત્વ ઘણું જ અનેરું છે. કહેવાય છે કે માતા હરસિદ્ધિ માતા એ ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી તરીકે પૂજાયા છે. અને કોયલા ડુંગરે બેઠેલ માતા હરસિદ્ધિ આજે પણ એના ચમત્કારો અને પરચાના કારણે પૂજાય છે. માતા હરસિદ્ધિ તેમના પરચાના કારણે માતા સિકોતર, હર્ષદ અને વહાણવટી માતાના નામે પૂજાય છે.

Image Source

કોયલા ડુંગરે બેઠેલ માતા હરસિદ્ધિની પ્રાગટ્યા કથા વાંચો –

કોયલે ડુંગરે બેઠેલ માતા હર્ષદ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી છે. અને તે ઇતિહાસ કઈક આવો છે. એવી લોકવાયકા પણ છે કે બેટદ્વારિકામાં શંખાસૂર નામનો એક રાક્ષસ રહેતો હતો. અને એ રાક્ષસનો ત્રાસ દિવસેને દિવસે વધતો ગયો. જેના કારણે બેટ દ્વારિકાની પ્રજાએ ભગવાન કૃષ્ણને એ રાક્ષસના ત્રાસમાથી છોડાવવા માટે પ્રાર્થના કરી.

ત્યારે ભગવન કૃષ્ણએ રાક્ષસ શંખાસૂર સાથે યુદ્ધ કરવાનું વિચાર્યું. પણ એ યુદ્ધ માટે એમના કુળદેવી માતા હરસિદ્ધના આશીર્વાદ લેવાનું નક્કી કર્યું અને ભગવાન કૃષ્ણ કોયલા ડુંગરે આવીને માતા હર્ષદની તપસ્યા કરે છે. માતા હર્ષદ ભગવાન કૃષ્ણની તપસ્યાથી પ્રસન્ન થયા. બોલ્યા, ‘તમે તો સર્વશક્તિમાન છો, તમે તો આ જગતના તારણહાર છો, તમે આ જગતના નાથ છો, મને આમ તપસ્યા કરી યાદ કરવાનું કારણ?’

Image Source

ત્યારે ભગવાન ક્રુષ્ણએ જણાવ્યુ કે, મારે રાક્ષસ શંખાસૂર સાથે યુદ્ધ કરવું છે અને એમાં તમારા આશીર્વાદની જરૂર છે. ત્યારે માતા હર્ષદે કહ્યું કે, જ્યારે પણ તમે યુદ્ધ કરવા જાવ, ત્યારે કોયલા ડુંગર બાજુ ધ્યાન કરીને મારુ સ્મરણ કરજો. હું જરૂર તમારી વ્હારે આવી જઈશ. પછી માતાજીની કૃપાથી યાદવ કુળના વંશજ ભગવાન શ્રી ક્રુષ્ણએ શંખાસૂરનો નાશ કર્યો અને બેટ દ્વારિકાના લોકોને શંખાસૂરના ત્રાસમાંથી મુક્ત કર્યા. યાદવ કુળના કુલદેવીનું ભગવાન શ્રી કૃષ્ણએ મંદિર બંધાવ્યું. જે આજે પણ કોયલા ડુંગર ઉપર સ્થાપિત છે.

Image Source

દરિયાની વચ્ચે ઉભેલા કોયલા ડુંગરના 400 પગથિયાં છે જ્યાં આ શક્તિ બિરાજમાન છે. આજે પણ હજારોની સંખ્યામાં ભક્તો પગથિયાં ચડી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એ સાથે સાથે તમને પગથિયાં ચડતી વખતે કુદરતના પણ અનેરા દર્શન થશે, દરિયાના મોજના ઘુઘવાટાનો અવાજ પવનની લહેરો સાથે કાને અથડાયાનો અહેસાસ થશે, તમે પ્રકૃતિને મનભરીને માણી શકશો.

Image Source

કોયલા ડુંગરના તટમાં તટમાં બિરાજેલ માતા હરસિદ્ધિનો ઇતિહાસ – પહેલાના જમાનમાં વેપાએ દરિયાના માધ્યમથી જ કરવામાં આવતો હતો. વેપારીઓ જ્યારે પણ પોતાનું વહાણ લઈને કોયલા ડુંગર પાસેથી પસાર થાય ત્યારે તેમણે માતા હરસિદ્ધિનું સ્મરણ કરીને એક શ્રીફળ અને ચુંદડી દરિયા દેવને અર્પણ કરવામાં આવતું હતું.

એક વારા આ દરિયામાર્ગે કચ્છનો જગદુશા નામે એક વાણિયો વેપારી તેના સાતેય વહાણો લઈને પસાર થાય છે, જગદુશાના સાતેય વહાણો હીરા જવેરાતથી ભર્યા હતા. જગદુશા પોતે વાણિયો હોવાથી માતાજીમાં માણતો નહી. એટલે તેણે હાંસી ઉડાવીને માતાજીને ચુંદડી કે શ્રીફળ અર્પણ ન કર્યું, અને તરત જ જગદુશના સાતેય વહાણો ડૂબવા લાગે છે અને જગદુશાએ ત્યારે દેવીનો આ કોપ સમજી ગયો અને કોયલા ડુંગર સામે બે હાથ જોડી ક્ષમા માંગતા બોલ્યો કે, “હે દેવી! તમે જે હોય તે, મારા સાતેય વહાણોને ડૂબતાં બચાવી લો. હું તરત જ તમારા દર્શન કરવા કોયલા ડુંગર આવીશ અને તમને ચુંદડી ચડાવીશ.”

Image Source

હજી જગદુશા આ બોલે છે ત્યાં જ એક ચમત્કાર થાય છે સાતેય વહાણ દરિયામાંથી આપોઆપ ઉપર આવી દરિયામાં તરવા લાગે છે અને પછી જગદુશા કોયલા ડુંગર પાસે આવે છે. માતાને પોતાના કુળદેવી માને છે, પછી માતાને વિનંતી કરે છે કે માતા ડુંગર ઉપર દર્શન કરવા કાંઠા પડે છે. તમે કોયલા ડુંગરાની ટોચથી નીચે ઉતરી તળેટીએ બિરાજમાન થાઓ.. મંદિર તમારું હું બંધાવીશ. જગદુશાએ તળેટીમાં મંદિર બંધાવ્યું… પરંતુ માતાજી નીચે આવ્યા નહી. હર્ષદ માતાને જગદુશાની ભક્તિની પરીક્ષા કરવાનું મન થયું અને કહ્યું કે, મને એક એક પગથિયે પ્રાણીની બલી ચઢાવો… તો હું નીચે વાસ કરું. જગડુશાએ એક એક પગથિયે, બકરા-ઘેટાં અને બીજા પશુઓ આજુબાજુમાંથી ગોતીને મંગાવ્યા અને પછી એક એક પગથીયે માડી નીચે ઉતરતા ગયા અને એક એક પગથિયે બલી અપાતી ગઈ. હવે બલી બધી જ પૂરી થઈ જાય છે. છેલ્લે બાકી છે માત્ર ચાર જ પગથિયાં.. પરંતુ જગદુશાને ઘણી તપાસ કરતાં એકેય બલી ચડાવવા કોઈ પશુ મળ્યું નહી, ત્યારે માતા હરસિદ્ધિ બોલે છે કે, હે જગડુશા મારી બલી બાકી રહી, હવે હું પાછી મારા સ્થાનકે ઉપર વાસ કરવા જાવ છુ.”

ત્યારે જગડુશાએ કહ્યું કે, ‘ના ના માડી, હું આવડો મોટો બેઠો હોય અને તમે આમ અડધેથી પાછા જાવ એ કેવી રીતે શક્ય છે, બલી હું મારી આપીશ.”

Image Source

આ સાંભળી તેમનો દીકરો અને તેમની બે પત્ની પણ બલી આપવા માટે તૈયાર થયા અને ચાર પગથિયે જગદુશાના પરિવારની બલી અપાઈ. માતાજી નીચે ઉતરે છે અને કોયલા ડુંગરની તળેટીમાં વાસ કરે છે. જગદુશાની ભક્તિથી પ્રસન્ન થયા અને જેટલી પણ બલી લેવાઈ હતી તે બધી જ બલીને સજીવન કરે છે અને પછી જગડૂશાના કુળના કુળદેવી તરીકે પૂજાવાનું અને તેના કુળની રક્ષા કરવાનું જગડુશાને વચન આપે છે. આમ માતા હર્ષદ કોયલા ડુંગરના તટમાં બિરાજેલ.

આજે પણ હરસિદ્ધિ દાલભ્ય ગોત્રના ત્રિવેદી કુળની કુળદેવી તરીકે પૂજાય છે, અને આ મંદિર જ એક એવું છે જ્યાં આરતી સવારે કરવામાં આવે છે અને સાંજની આરતી ઉજજેન કરવામાં આવે છે.

માત્ર લેખ વાંચવાથી દુઃખ થશે દૂર…