દુઃખદ સમાચાર: ભાંગી પડ્યો ગુજરાતી ક્રિકેટર…બહેનનું મૃત્યુ થતા IPL છોડીને અમદાવાદ ….જાણો વિગત

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં RCB ટિમ અને તેના એક ફેમસ ક્રિકેટર માટે ખરાબ સમાચાર આવ્યા છે. RCBના સ્ટાર ફાસ્ટ બોલર હર્ષલ પટેલની બહેનનું અવસાન થયું છે. આ સમાચાર બાદ હર્ષલ પટેલ બાયો-બબલમાંથી બહાર નીકળી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુર હર્ષલ પટેલે ટીમને અધવચ્ચે છોડી દીધી છે અને તે ઘરે પરત ફર્યો છે.

તે ફરીથી ટીમ સાથે જોડાશે. ઉલ્લેખનીય છે કે હર્ષલની બહેનનું શનિવારે જ નિધન થયું હતું. તેમની તબિયત થોડા દિવસોથી સારી ન હતી. RCB ટીમે તેની છેલ્લી મેચ શનિવારે જ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમી હતી. જેમાં RCBએ 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચ પછી ક્રિકેટરને પણ સમાચાર મળ્યા કે તેમના પરિવારના એક સભ્યનું નિધન થયું છે.

તેના પછી તે સીધો ઘરે ગયો. મુંબઈ સામેની મેચમાં હર્ષલ પટેલે 4 ઓવરમાં 23 રન આપીને 2 મહત્વની વિકેટ લીધી હતી. આ ક્રિકેટર હંમેશાથી RCB ના ફેમસ સ્ટાર બોલર રહ્યા છે. IPL માં ક્રિકેટરે 4 મેચ રમી છે અને 6 વિકેટ લીધી છે. સીઝનમાં ફેમસ ક્રિકેટરે 15 મેચમાં સૌથી વધારે 32 વિકેટ લીધી હતી અને પર્પલ કેપને પોતાના નામે કરી હતી. ટીમે આ સીઝનમાં અત્યાર સુધીમાં 4માંથી 3 મેચ જીતી છે.

IPL માં બેંગ્લૉરનુ પરફોર્મન્સ આ સિઝનમાં સારુ રહ્યુ છે, ફાક ડૂ પ્લેસીસીની કેપ્ટનશીપમાં આ સિઝનમાં 4 મેચ રમ્યા છે, જેમાંથી એકમાં હાર અને 3 મેચ મળી છે. ઉલ્લેખનીય છે કે, હર્ષલ પટેલ એક ગુજરાતી ક્રિકેટર છે, અને તેઓ સાણંદને રહેવાસી છે, પરંતુ હાલમાં ઘરેલુ ક્રિકેટમાં હરિયાણા તરફથી રમી રહ્યો છે.

ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા એક વીડિયોએ ખળભળાટ મચાવ્યો છે. RCB અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમવામાં આવેલ આઈપીએલ મેચમાં યુજવેન્દ્ર ચહલે હર્ષલ પટેલને ઇગ્નોર કર્યો હતો અને તેની સાથે હાથ પણ મિલાવ્યો ન હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ક્યા પ્રકારે યુજવેન્દ્ર ચહલે હર્ષલ પટેલને ઇગ્નોર કર્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મેચ પછી ક્રિકેટર ચહલ પોતાની પૂર્વ ટીમ RCBનાં પ્લેયર હર્ષલ પટેલને ઇગ્નોર કરે છે અને તેમની સાથે હાથ પણ મિલાવતા નથી. હર્ષલ પટેલ પણ ચહલને જોતા જ અટકી જાય છે અને તેની સાથે હાથ મિલાવવા આગળ વધતો નથી પછી આ બંને ક્રિકેટર વચ્ચે તણાવ હોવાના સમાચારો તો સામે આવ્યા નથી. જયારે ચહલ અને હર્ષલ પટેલ તરફથી પોતાના સંબંધોમાં તણાવ હોવાની વાત નો ક્યારેય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

જણાવી દઈએ કે યુજવેન્દ્ર ચહલને આ વર્ષે રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ પહેલા તે RCBનું સૌથી મોટું હથિયાર હતા. ક્રિકેટર ચહલે પોતાની વિસ્ફોટક બોલિંગથી RCBને ઘણી મેચ જીતાડી પણ હતી, પરંતુ આ વર્ષે તેમને RCBએ રિટેન કર્યા નહી. RCBએ વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલને રિટેન કર્યા હતા, પરંતુ લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલને રિટેન ન કર્યા અને આ નિર્ણયે સૌને ચોંકાવ્યા હતા. ઓકશનમાં RCBએ ચહલને ખરીદવા માટે કોઈ બોલી ન લગાવી. પછી રાજસ્થાન રોયલ્સે ચહલને 6.5 કરોડમાં પોતાની સાથે જોડ્યા.

હર્ષલ પટેલ ગુજરાતનો વતની છે અને તેની સંઘર્ષ કથા પણ ખુબ જ રોચક છે. હર્ષલ પટેલ અમદાવાદ પાસે આવેલા સાણંદનો વતની છે, અને તે હરિયાણા ટીમનો કપ્તાન પણ રહી ચુક્યો છે. પરંતુ તે એક સમયે દેશ જ છોડી દેવાનો હતો. હર્ષલ 2005માં તેના પરિવારના અન્ય સભ્યો સાથે અમરિકા ચાલ્યો જવાનો હતો. પરંતુ ક્રિકેટમાં કેરિયર બનાવવા માટે તેને ભારતમાં રહેવાનો ન્રીનાય કર્યો. તેના ભાઈ તપન પટેલે હર્ષલના આ નિર્ણયમાં સાથે આપ્યો. હર્ષલ જુનિયર ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી ચુક્યો હતો. 2008-09માં અંડર-19 વિનુ માંકડ ટ્રોફીમાં 23 વિકેટ પોતાના નામે કરી.


હર્ષલ પટેલ 2010માં અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદગી પામ્યો. સિનિયર વર્ગમાં ગુજરાતની ટીમમાં પસંદગી થયા બાદ હર્ષલ હરિયાણા ચાલ્યો ગયો. 2011-12માં રણજી સીઝનમાં તેની ક્વાર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલમાં સતત બે વાર 8 વિકેટ લેવાનું કામ કર્યું.

હર્ષલને 2010માં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા 8 લાખમાં ખરીદવામાં આવ્યો હતો. પરંતુ તેને મેચ રમવાનો મોકો 2012માં આરસીબી તરફથી મળ્યો. તે સીઝનમાં તેને 12 મેચમાં 9 વિકેટ લીધી હતી. 2013માં તે એકપણ મેચ રમી ના શક્યો. 2014માં 3 મેચમાં 4 વિકેટ ઝડપી. 2015માં તેના માટે ખુબ જ સારી સીઝન રહી જેમાં તેને 15 મેચમાં 17 વિકેટ ઝડપી હતી.

YC