મનોરંજન

‘બજરંગી ભાઈજાન’ની મુન્નીએ શેર કરી પુલ તસ્વીર, લોકો બોલ્યા WOWWW

બજરંગી ભાઇજાનની મુન્ની એટલે હર્ષાલી મલ્હોત્રા હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે કાયમ સોશ્યિલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે પોતાની તસ્વીરો અને વીડિયો શેર કરે છે. હર્ષાલીએ હાલમાં એક તસ્વીર શેર કરી છે જે બધામાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ તસ્વીરમાં તે પુલમાં સ્વીમીંગ કરતી જોવા મળે છે, આ તસ્વીર તેને પોતાના ઇન્સ્ટગ્રામમાં શેર કરી છે.

હર્ષાલીની આ તસ્વીરના લોકો ખુબ જ વખાણ કરી રહ્યા છે અને તેના ચાહકોને આ તસ્વીર ખુબ જ પસંદ પણ આવી છે.  આ તસ્વીરમાં હર્ષાલી પુલમાં એન્જોય કરતી જોવા મળે છે. આ તસ્વીર શેર કરતા તેને લખ્યું છે કે ‘જો અહીં કોઈ જાદુ છે તો તે પાણીની અંદર છે.’

જણાવી દઈએ કે હર્ષાલી થોડા દિવસ પહેલા જ રજા મનાવવા ગઈ હતી. તેના પછી તે પોતાના ચાહકો સાથે જોડાવવાનું ભૂલી ન હતી. હર્ષાલીએ રજા એન્જોય કરતો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તે વાડીઓમાં ટ્રેકિંગ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં મુન્નીનો અંદાજ લોકોને ખુબ જ પસંદ પણ આવ્યો હતો.

જણાવી દઈએ કે હર્ષાલીએ બજરંગી ભાઈજાનમાં મુન્નીના કિરદારથી ખુબ જ પ્રશંસા મેળવી હતી. આ ફિલ્મ પછી લોકો તેને મુન્નીના નામથી પણ બોલાવવા લાગ્યા હતા. તેનો જન્મ 3 જૂન 2008માં મુંબઈમાં થયો હતો. હાલમાં હર્ષાલીના 4 લાખથી વધારે ફોલોઅર્સ છે.