82 દિવસ બાદ સુરતની ગ્રીષ્માને મળ્યો ન્યાય, હર્ષ સંઘવીએ કહ્યું, “બદનામીનો ડર રાખ્યા વિના પોલીસ પાસે આવજો !”

ગ્રીષ્માના પરિવારને મળવા માટે પહોંચ્યા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, જણાવી ખુબ જ મોટી વાત, જુઓ શું કહ્યું ?

સુરતમાં ફૂલ જેવી માસુમ ગ્રીષ્મા વેકરિયાને 12 ફેબ્રુઆરીના રોજ હત્યારા ફેનિલ ગોયાણી નામના એક નરાધમ યુવકે જાહેરામ જ ચપ્પુ મારી અને હત્યા કરી નાખી હતી, જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો અને તેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો, સમગ્ર ગુજરાતમાંથી હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસી થાય તેવી માંગણી કરવામાં આવી હતી, તો ગ્રીષ્માના પરિવારજનો પણ ફેનિલને ફાંસી થાય તેવી માંગ કરી રહ્યા હતા.

આ દરમિયાન ગ્રીષ્માની હત્યા બાદ તેના પરિવારજનોને મળવા માટે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને પરિવારને વચન આપ્યું હતું કે તે હત્યારાને સજા અપાવી તેમને ન્યાય અપાવશે. જેના બાદ ગઈકાલે કોર્ટની અંદર આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવવામાં આવી. ત્યારે હર્ષ સંઘવીએ પણ પોતાનું વચન પાળ્યું અને પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી અને ગ્રીષ્માના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા.

ગ્રીષ્માના ઘરે એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારને સાંત્વના પણ પાઠવી હતી, સાથે જ રડી રહેલા ગ્રીષ્માના પરિવારજનોની આંખોના આંસુઓ પણ લુછ્યા હતા. આ સાથે જ તેમને એક નિવેદન પણ આપ્યું હતું. હર્ષ સંઘવીની આ મુલાકાતની ઘણી તસવીરો પણ સામે આવી છે.

આ દરમિયાન તેમને જણાવ્યું કે “તમારા દીકરાઓ બહાર શું કરે છે તેનું ધ્યાન રાખજો. ગ્રીષ્માના માતા-પિતાને કરેલો વાયદો પૂર્ણ કર્યો છે. ગ્રીષ્માની હત્યા બાદ હું પરિવારને મળ્યો હતો ત્યારે મેં કહ્યુ હતુ કે, હું ફરી ત્યારે જ આવીશ જ્યારે હત્યારાને સજા મળશે. મેં મારું વચન પાળ્યુ છે. સમાજ શું વિચારશે તે વિચાર્યા વગર પોલીસ પાસે આવજો. સમાજમાં બદનામીનો ડર રાખ્યા વગર પોલીસ પાસે આવજો. ગુજરાત પોલીસ તમારો મિત્ર છે. તમારી દીકરીની ઓળખ જરા પણ સામે આવ્યા વગર તપાસ કરવામાં આવશે.”

Niraj Patel