પથ્થર મારવાની હિંમત નહિ કરતા, ગમે એવા તાળા લગાવશે પણ…ગણપતિ પંડાલ પર પથ્થરમારા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

ગુજરાત સમેત સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થી ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવી, ત્યારે આ પછી રવિવારે રાત્રે સુરતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કાંતિ બલર પણ પહોંચ્યા હતા.

હર્ષ સંઘવીના કડક આદેશ બાદ સુરત પોલિસે ખડેપગે કામ કરી સવાર પહેલા જ તમામ પથ્થરબાજોને ઝડપી પાડ્યા. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ હતુ.

તેમણે કહ્યુ હતુ- આ તાળા તો લોખંડના બનેલા છે, ગમે તેટલા મજબૂત તાળા મારશો તો પણ તાળા તોડી તોડીને એક એકને નીકાળીને પકડીશું. તાળા મારી કોઇ બચી નથી જતુ, પથ્થર મારવાની હિંમત નહિ કરવી. ગમે ત્યાં હશો એક એકને શોધીને અંદર લઇ જઇશુ..

આ પછી પથ્થરબાજોને ઝડપ્યા બાદ હર્ષ સંઘવીએ વહેલી સવારે X પર માહિતી આપી કહ્યુ કે- મેં વચન આપ્યું હતું તેમ સૂરજ ઉગ્યા પહેલા અમે પથ્થરબાજોને ઝડપી પાડ્યા. આજે (9મી સપ્ટેમ્બર) સવારે 6.30 કલાક પહેલા 27 પથ્થરબાજોને પકડી લેવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, જે ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો ત્યાં જ હર્ષ સંઘવીએ બાપ્પાની આરતી કરી હતી.

સુરતના સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યા બાદ સ્થાનિક લોકો રોષમાં આવી ગયા હતા. પંડાલમાં પથ્થરમારો કરનારા યુવકની લોકોએ ધરપકડ કરીને સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ પણ કર્યો હતો.

જુઓ હર્ષ સંઘવીનું નિવેદન

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Shah Jina