...
   

BREAKING: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર તૂટી પડ્યો દુ:ખોનો પહાડ, પિતા રમેશભાઈનું નિધન…

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને લઇને હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તેમના પરિવાર માટે હાલનો સમય ખૂબ જ કઠિન છે. કારણ કે હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું નિધન થયું હોવાના સમાચાર છે. એવી માહિતી સામે આવી રહી છે કે ગૃહ રાજ્યમંત્રીના પિતા તબિયત લથડતા છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા અને તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યારે આજ રોજ બપોરના સમયે તેમનું નિધન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. હર્ષ સંઘવીના માથા પરથી હવે તેમના પિતાનો પડછાયો હટી ગયો છે, હાલ હર્ષ સંઘવી અને તેમનો પરિવાર દુખની ઘડીમાં છે. ત્યારે ભગવાન તેમને અને તેમના પરિવારને આ દુખની ઘડીમાં હિંમત આપે એવી ગુજ્જુરોક્સ તરફથી પ્રાર્થના…

હર્ષ સંઘવીના પિતા ફેફસાં અને કિડની સહિતના મલ્ટીપલ ડિસિઝથી પીડાતા હતા, જેની છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. જો કે, કેટલાક દિવસોથી તબિયત વધુ ખરાબ થતાં તેમને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં આજે 17 ઓગસ્ટે સારવાર દરમિયાન તેમનું નિધન થયું.હર્ષ સંઘવીના પિતાની અંતિમયાત્રા આજે સાંજે 4 વાગ્યે તેમના નિવાસસ્થાને ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે.

Shah Jina