આ દિગ્ગજ બિઝનેસમેને શેર કર્યો કન્યા શોધતા વ્યક્તિનો વીડિયો, પછી મળ્યો એવો જવાબ કે કહેવું પડ્યું.. હનીમૂનનો ફોટો શેર કરો

આપણ દેશની અંદર આજે પણ ઘણા લોકો કુંવારા છે અને લગ્ન કરવાની ઈચ્છા રાખીને બેસી રહ્યા છે, ઘણા લોકો કન્યા ના મળતા દલાલો દ્વારા પણ કન્યા શોધતા હોય છે તો ઘણા લોકો મેટ્રોમોનિયલ સાઈટ ઉપર પણ રજીસ્ટ્રેશન કરાવી અને કન્યા મેળવવા માંગતા હોય છે. પરંતુ હાલમાં એક એવા સિંગલ વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેનો અંદાજ જોઈને પ્રખ્યાત બિઝનેસમેન હર્ષ ગોયનકા પણ વીડિયો શેર કરવા મજબુર થઇ ગયા.

હર્ષ ગોયનકા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે કોઈપણ વીડિયો શેર કરે તે વાયરલ થઇ જાય છે. આ વખતે પણ તેમને તેમના ટ્વીટર એકાઉન્ટ ઉપર એક વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે. જેને પણ સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને આ વીડિયો ઉપર કોમેન્ટ કરી પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ પહેલા પોતાનું નામ અને ભણતર જણાવે છે જેના બાદ તે કહે છે કે ભારતમાં દર વર્ષે લાખો લગ્ન થાય છે અને હું હજુ પણ સિંગલ છું, જેના બાદ તે તેને કેવી પત્ની જોઈએ છીએ તે જણાવી રહ્યો છે. હર્ષ ગોયનકાએ આ વીડિયો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે કે, “આ એક યોગ્ય કન્યાની શોધમાં છે.”


હર્ષ ગોયનકાએ જે વ્યક્તિનો વીડિયો પોતાના ટ્વીટર ઉપર શેર કર્યો છે, તેને પણ આ વીડિયોને જોઈને કોમેન્ટ કરી છે. તે વ્યક્તિનું નામ દાનિશ સૈત છે. તેને લખ્યું છે કે, “મારો વીડિયો શેર કરવા માટે આભાર સાહેબ.મારા લગ્ન થઇ ગયા છે અને હું ખુબ જ ખુશ છું.” જેના ઉપર ગોયનકાએ પણ ખુબ જ મજેદાર જવાબ આપ્યો છે, તેમને કહ્યું છે કે, “બહુ જ ખુશી થઇ, મહેરબાની કરીને હનીમૂનની તસવીરો શેર કરો.” આની સાથે જ તેમને સ્માઈલી પણ લગાવી છે.

Niraj Patel