આજે માણસને નિરંતર કોશિશ અને મહેનત કહેવાથી આપણે કોઈ પણ સફળતાના શિખર સર કરી શકીએ છીએ. માણસના સપનાના હકીકતમાં બદલવા માટે તેનામાં કાબેલિયત હોવી જોઈએ. આ વાત એક બીએસફ જવાન હરપ્રીતસિંહે સાચી કરી બતાવી છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં જવાન તરીકે ફરજ બજાવતા હરપ્રીતસિંહે દેશ અને દેશવાસીઓની સુરક્ષા કરતા કરતા યુપીએસસીની તૈયારી કરી હતી. હરપ્રીત તેનું ડ્યુટી કરતા કરતા વધારેના સમયમાં પરીક્ષાની તૈયારી કરતો હતો. તેને 5માં પ્રયત્ને આઈએસ થવામાં સફળ થયા હતા. એટલું જ નહીં દેશના ટોપ 20માં સ્થાન પણ પ્રાપ્ત કર્યું છે.

હરપ્રીત સિંહે તેની અત્યાર સુધીની સફળતા બાબતે જણાવ્યું હતું કે, તેને 2016માં આસિસ્ટંટ કમાન્ડર ટ્રકે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) જોઈન કરી લીધું હતું. આ થાકી તે યુપીએસ સુધી પહોંચ્યો હતો. ફોર્સ જોઈન કર્યા બાદ તેનું પહેલું પોસ્ટિંગ ભારત અને બાંગ્લાદેશની બોર્ડર પર કરવામાં આવ્યું હતું. બોર્ડર પર મને ડ્યુટી સારી લાગતી હતી. હું તે મુશ્કેલ કામને પણ પસંદ કરતો હતો. પરંતુ મારુ સપનું તો આઈએએસ ઓફિસર બનવાનું હતું. તેથી જ હું બોર્ડર પર ડયુટી પુરી કરીને સમય કાઢીને તે તૈયારી કરતો હતો.

હરપ્રીતે 2017માં સિવિલ સેવાની પરીક્ષા આપી હતી. ત્યારે તેને 454મોં રેન્ક પ્રાપ્ત કર્યો હતો. ત્યારે તેને બીએસએફ છોડીને આઇટીએસ જોઈન્ટ કરી લીધું હતું. 2018માં હરપ્રીતે પાંચમી વાર સિવિલ સેવાની પરીક્ષા આપી હતી. અને તેમાં તેને 19મોં રેન્ક આવ્યો હતો. હરપ્રીત મસૂરીના લાલબહાદ્દુર શાસ્ત્રી એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં ટ્રેનિંગ થશે.
હરપ્રીતે જણાવ્યું હતું કે, તેને નોકરી સાથે વારંવાર પરીક્ષાઓ આપી હતી. તેની તૈયારીમાં સૌથીઓ વધુ કામ આવી હતી તો તેની નોટ્સ.

હરપ્રીતે જણાવ્યું હતું કે, જો કોઈ પણ સિવિલ સર્વિસની તૈયારી કર્યું હોય તો તે સૌથી વધુ નોટ્સ બનાવવામાં ધ્યાન આપે. નોટ્સના કારણે યુપીએસસીની સાથે-સાથે બીજી પરીક્ષા પર ક્લિયર થઇ જશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks