ખબર

વિદ્યાની નગરી તરીકે ઓળખાતા આણંદના વિદ્યાનગરમાં શિક્ષક જ બન્યો હેવાન, વિદ્યાર્થીનીની ગંદી તસવીરો લઈને કરી બ્લેકમેઇલ, જાણો સમગ્ર મામલો

આણંદમાં શિક્ષકે જ ગુરુ શિષ્યના સંબંધોને કર્યા તાર તાર, સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું અને બ્લેકમેઇલ પણ કરી, આખરે જવું પડ્યું જેલના સળિયા પાછળ

Anand Tuition Teacher Blackmailed A Minor Student : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ ઉપરાંત સગીરાઓ સાથે પણ છેડછાડ અને દુષ્કર્મ થવાના મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા અંદરના જ લોકો હોવાનું પણ સામે આવે છે. ઘણીવાર સ્કૂલ, કોલેજ કે ટ્યુશન ક્લાસીસના (tution classes) શિક્ષકો (teacher) દ્વારા જ યુવતીઓ અને સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે.

ત્યારે હાલ એક એવો જ મામલો વિદ્યાના ધામ તરીકે ઓળખાતા વિદ્યાનગરમાંથી સામે આવ્યો છે. જેમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા એક શિક્ષકે વિદ્યાર્થીનીનો સોશિયલ મીડિયામાં સંપર્ક કર્યો અને તેના બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તેની નગ્ન તસવીરો અને વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ પણ કરવા લાગ્યો. આ મામલે ફરિયાદ નોંધાતા શિક્ષકને જેલમાં જવાનો વારો આવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્યુશન ક્લાસીસમાં ભણતી સગીરા છેલ્લા ઘણા દિવસથી ગુમસુમ રહેતી હતી. પરિવારમાં પણ કોઈ સાથે વાત કરતી નહોતી, ત્યારે તેની માતાએ તેની પાછળનું કારણ પૂછતાં વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે જયારે તે વર્ષ 2018-19માં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી ત્યારે તે જે વિદ્યાનગરના ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતી હતી એ ક્લાસીસના આસી. શિક્ષક મેહુલ મનસુખભાઇ જોશી ગણિત વિષય ભણાવતા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

વિદ્યાર્થીની ધોરણ 10માં હતી ત્યારે શિક્ષકે વિદ્યાર્થીને ઇન્સ્ટાગ્રામ પર રિકવેસ્ટ મોકલી હતી. શિક્ષક હોવાના કારણે તેને રિકવેસ્ટ સ્વીકારી અને પછી ફોન નંબરની પણ આપણે થઇ હતી. જેના બાદ વૉટ્સએપ પર વાતચીત થતા શિક્ષકે વિદ્યાર્થીનીને પ્રેમ સંબંધો બાંધવાનું કહેતા સગીરાએ ના પાડી હતી. જેના બાદ શિક્ષકે વિદ્યાર્થીનીને ટેસ્ટમાં ફેઈલ કરવાની ધમકી પણ આપી હતી. આવી રીતે ધમકી આપીને વિદ્યાર્થી પાસે નગ્ન ફોટો પણ માંગતા વિદ્યાર્થીને ફેઈલ થવાના ડરથી ફોટો મોકલી આપ્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

લોકડાઉન બાદ જયારે શાળાઓ શરૂ થઇ અને વિદ્યાર્થીની 11માં ધોરણમાં આવી ત્યારે સ્કૂલેથી ઘરે જતા સમયે શિક્ષક બાઈક લઈને આવ્યો અને તેના ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને પોતાનીઓ બાઈક પાછળ બેસાડી લાંભવેલ ગામની ઝાડીઓમાં લઇ જઈને શારીરિક અડપલાં પણ કર્યા હતા. જેના બાદ ફિલ્મ જોવાના બહાને પીવીઆરમાં લઇ જઈને ખૂણા વાળી સીટમાં બેસી આજુબાજુ કોઈ ના હોય જબરદસ્તી સંબંધ બાંધવાનો પણ પ્રયત્ન કર્યો.

(પ્રતીકાત્મક તસવીર)

હવસખોર શિક્ષક મેહુલની નોકરી જતી રહેતા તે બેકાર બન્યો અને વાસનામાં અંધ બનેલા મેહુલે વિદ્યાર્થીને તેના મિત્રને ઘરે લઇ ગયો, જ્યાં કોઈ ના હોવાના કારણે બેડરૂમમાં લઇ જઈ બળજબરી કરવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ વિદ્યાર્થીની તાબે ના થતા કોલ્ડ્રીંકમાં ઘેનની દવા ભેળવીને સગીરાને  સુવડાવી દીધી અને પછી તેની સાથે દુષ્કર્મ આચરીને વીડિયો પણ બનાવી લીધો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

વિદ્યાર્થીને આ બાબતે હજુ કોઈને જાણ કરી નહોતી, ધોરણ 12 પૂરું થયા બાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને મેહુલે પોતાની હવસ સંતોષાઈ શકે તે માટે થઈને વડોદરા એમ.એસ યુનિ. માં વિદ્યાર્થીને  એડમિશન લેવડાવ્યું અને હોસ્ટેલના બદલે પીજીમાં રહેવા દબાણ કર્યું. જેના બાદ તે અલગ અલગ જગ્યાએ બોલાવી તેનું શોષણ પણ કરતો. બેકાર બનેલા મેહુલે વિદ્યાર્થીનીને બ્લેકમેઇલ કરી પૈસા હેઠવાનું પણ શરૂ કર્યું. ત્યારે આ બાબતે કંટાળેલી વિદ્યાર્થિનીએ તેની માતાને વાત કરતા ફરિયાદ નોંધાઈ અને આરોપી જેલના સળિયા પાછળ ગયો.