પોતાના વધેલા વજનને લઈને મિસ યુનિવર્સ હરનાઝ સંધુને ટ્રોલ કરી રહેલા લોકોને તેને જ આપ્યો જડબાતોડ જવાબ, સાંભળીને હચમચી ઉઠશો

ચંદીગઢની ગલીઓમાં નીકળીને વિશ્વ મંચ પર પોતાનો ઝંડો લહેરાવીને હરનાઝ સંધુને કોઈ પરિચયની જરૂર નથી. હાલમાં જ હરનાઝ સંધુ લેક્મે ફેશન વીક દરમિયાન રેમ્પ પર જોવા મળી હતી. જ્યાં તેણે પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને શાનદાર રેમ્પ વોકના કારણે લાખો લોકોના દિલ જીતી લીધા હતા. મિસ યુનિવર્સ હરનાઝ સંધુ લાલ વેલ્વેટ ડ્રેસમાં જોવા મળી હતી, જે તેણે શેડ્સ સાથે જોડી હતી.

પરંતુ આ ફેશન વીક દરમિયાન હરનાઝ સંધુ એકદમ ચેન્જેબલ લાગી રહી હતી. વાસ્તવમાં હરનાઝ સંધુનું વજન ઘણું વધી ગયું હોય તેવું લાગી રહ્યું હતું. તેના શરીરની સાથે તેનો ચહેરો પણ ફૂલાયેલો દેખાતો હતો. લેક્મે ફેશન વીકમાંથી હરનાઝ સંધુની તસવીરો સામે આવતા જ કેટલાક લોકોએ તેના વધેલા વજનને કારણે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ હાલમાં જ આ તમામ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપતા હરનાઝ સંધુએ કહ્યું કે તે એક બીમારીથી પીડિત છે.

તાજેતરમાં, હરનાઝ સંધુ એક ઇવેન્ટ દરમિયાન હિજાબ વિવાદના મુદ્દા પર આધારિત મહિલાઓના અધિકારો વિશે વાત કરી રહી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે મહિલાઓએ તેમની ઈચ્છા અનુસાર કપડાં પહેરવા જોઈએ. પીટીઆઈના અહેવાલ મુજબ, હરનાઝ સંધુએ એ પણ શેર કર્યું કે એક મહિલા હોવાના કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ દરમિયાન હરનાઝ સંધુએ પોતાના વધેલા વજન વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે પહેલા તે તેના ઓછા વજનના કારણે પરેશાન થતી હતી અને હવે તે વધતા વજનને કારણે ટ્રોલ થઈ રહી છે. આ પછી તેણે એમ પણ કહ્યું કે ‘કોઈ જાણતું નથી કે હું સેલિયાક રોગથી પીડિત છું. હું ઘઉંનો લોટ અને ઘણું બધું ખાઈ શકતી નથી.”

 

View this post on Instagram

 

A post shared by Miss Universe (@missuniverse)

આ પછી હરનાઝ સંધુએ કહ્યું કે ‘હું તે બોલ્ડ અને આત્મવિશ્વાસુ છોકરીઓમાંથી એક છું જે માને છે કે હું જાડી હોઉં કે પાતળી, તે મારું શરીર છે, હું મારી જાતને પ્રેમ કરું છું. હરનાઝે એ પણ ખુલાસો કર્યો હતો કે અલગ-અલગ શહેરોમાં મુસાફરી અને રહેવાથી પણ તેના શરીર પર ઘણી અસર થાય છે. તેણે પોતાની ન્યૂયોર્ક ટ્રીપ વિશે પણ જણાવ્યું.

Niraj Patel