બાળપણમાં આટલી ક્યુટ હતી પંજાબની છોરી અને મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુ, દેખાવમાં ખૂબસુરત અને ભણવામાં ઘણી જ હોશિયાર

ફિગરમાં નંબર 1 મિસ યુનિવર્સ સ્કૂલના દિવસોમાં કેવી દેખાતી હતી? જુઓ PHOTOS

પંજાબની 21 વર્ષની દીકરી હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સ 2021નો તાજ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. 21 વર્ષ બાદ ભારતની દીકરીએ આ ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ત્યાર સુધી તમે મિસ યુનિવર્સ 2021 હરનાઝ કૌરને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાના ગ્લેમરસ લુક અને સુંદરતા ફેલાવતી જોઈ હશે, પરંતુ હવે અમે તમારા માટે હરનાઝ કૌરના બાળપણના કેટલાક ખૂબ જ ક્યૂટ ફોટોઝ બતાવી રહ્યા છીએ, જેને જોઈને તમે પણ ચોક્કસથી પોતાને Awww કહેવાથી નહિ રોકી શકો.

તમને જણાવી દઈએ કે હરનાઝ દેખાવમાં જેટલી સુંદર છે તેટલી જ તે ભણવામાં હોશિયાર પણ છે. સ્કૂલથી લઇને કોલેજ સુધી તેણે ક્યારેય કોચિંગ લીધું નથી. મોડલિંગ અને ફિલ્મોમાં રસ ધરાવતી મિસ યુનિવર્સ ખૂબ જ શાંત સ્વભાવની છે. મિસ યુનિવર્સ 2021 હરનાઝ કૌર સંધુની જુઓ કેટલીક બાળપણની તસવીરો, જેમાં તે ઘણી જ સુંદર અને ક્યુટ દેખાતી હતી. તેણે એક તસવીરમાં સફેદ રંગનું ફ્રોક પહેરી રાખ્યું છે.

એક તસવીરમાં હરનાઝ તેના પિતા સાથે લહેંગા ચોલી પહેરેલી જોવા મળે છે. નાનકડી હરનાઝ કેમેરા સામે જોઈને જે રીતે સુંદર પોઝ આપી રહી છે, તે જોવા જેવું છે. મિસ યુનિવર્સ 2021 હરનાઝ કૌર સંધુ બાળપણના આ ફોટામાં સફેદ ફ્રોક અને ગુલાબી સેન્ડલ પહેરેલી જોવા મળે છે.

હરનાઝની માતાનું નામ રવિન્દર સંધુ અને પિતાનું નામ પીએસ સંધુ છે. હરનાઝનો એક ભાઈ પણ છે, જેનું નામ હરનૂર સંધુ છે. હરનાઝ કૌર સંધુ મોહાલીના શિવાલિક સિટી સેક્ટર 127 પાસે મોના પેરેડાઇઝ, લેન્ડરા ખરાદ રોડમાં રહે છે. હરનાઝે તેનું સ્કૂલિંગ શિવાલિક પબ્લિક સ્કૂલ, ચંદીગઢથી કર્યું છે. ચંદીગઢમાંથી જ ગ્રેજ્યુએટ થયા બાદ તે અહીંથી માસ્ટર્સ કરી રહી છે. તે પહેલા પણ મોડેલિંગ એવોર્ડ જીતી ચુકી છે, પરંતુ તેના અભ્યાસમાં ક્યારેય અવરોધ આવવા દીધો નથી.

હરનાઝની માતા ઇચ્છતી હતી કે તે જજ બને. હરનાઝે 2017માં કોલેજમાં એક શો દરમિયાન પોતાનું પહેલું સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. ત્યાર બાદ જ્યારે લોકોએ તેના વખાણ કર્યા તો તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી, ત્યારથી તેની મિસ યુનિવર્સ સુધી પહોંચવાની સફર શરૂ થઈ ગઈ હતી. હરનાઝ સંધુ ફિટનેસ અને યોગ પ્રેમી છે.

હરનાઝ કૌરની માતા રવિન્દર સંધુ વ્યવસાયે ડૉક્ટર છે. તે સોહાના હોસ્પિટલમાં SMO સિનિયર મેડિકલ ઓફિસર તરીકે કામ કરે છે. તેમના પિતા પીએસ સંધુ રિયલ એસ્ટેટના વ્યવસાયમાં છે. હરનાઝનો જન્મ બટાલા, ગુરદાસપુર જિલ્લાના કોહલી અર્બન સ્ટ્રીટ ગામમાં થયો હતો. નાનપણથી જ હરનાઝને ગાવાનો અને ડાન્સ કરવાનો શોખ છે.

હરનાઝની જીત પર તેના ભાઈ હરનૂરે કહ્યું કે તેની બહેન વિજેતા બની તેના પહેલાની રાત્રે ઉત્તેજનાને કારણે તે સૂઈ શક્યો ન હતો. તમને જણાવી દઈએ કે હરનાઝ પણ પાલતુ પ્રાણીઓના ખૂબ જ પ્રેમમાં છે. હરનાઝના ઘરમાં એક કૂતરો રહે છે, જેનું નામ ‘રોજર’ છે. 2006માં હરનાઝનો આખો પરિવાર ઈંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયો. પરંતુ કેટલાક પારિવારિક ઉતાર-ચઢાવના કારણે પરિવારને 2008માં ભારત પાછું શિફ્ટ કરવું પડ્યું હતું.

હરનાઝે હવે 21 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સનો ખિતાબ જીતી લીધો છે. આ સ્પર્ધા ઇઝરાયેલના ઇલાતમાં યોજાઇ હતી. બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ સ્પર્ધાની જજ પેનલમાં સામેલ હતી. હરનાઝ સંધુ માટે તે ભાવનાત્મક ક્ષણ હતી જયારે તેણે 80 દેશોની સુંદરીઓને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. હરનાઝને લઈને દેશ અને દુનિયામાં અચાનક જ રસ વધી ગયો છે. દરેક વ્યક્તિ તેના અંગત જીવન, પરિવાર અને કમાણી વિશે જાણવા માંગે છે.

ત્યારે આ વચ્ચે હરનાઝ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઇ ગઇ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે. પહેલી પોસ્ટ તેણે વર્ષ 2017માં 14 ફેબ્રુઆરીએ કરી હતી, જેને અત્યાર સુધીમાં 8 હજારથી વધુ લોકોએ લાઈક કરી. આ પછી, તેણે તેની ઘણી તસવીરો અને વીડિયો અત્યાર સુધી પોસ્ટ કરી છે. તેમાંથી કેટલીક તસવીરમાં તે તેની માતા સાથે જોવા મળી રહી છે.

હરનાઝે 8 સપ્ટેમ્બર 2017ના રોજ એક પોસ્ટ પોસ્ટ કરી. જેના કેપ્શન પરથી જાણવા મળે છે કે તેણે ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ની ફ્રેશ ફેસ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. અને તે સેકન્ડ રનર અપ રહી હતી. ત્યાં ચંદીગઢ ટાઇમ્સ દ્વારા 12 નવેમ્બરના રોજ આયોજિત ફ્રેશ ફેસ સ્પર્ધામાં તમામ છોકરીઓમાંથી હરનાઝને વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી. તેણે આ પોસ્ટ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Shah Jina