પ્રિયંકાનો એક્સ બોયફ્રેન્ડ વરરાજા હરમન પોતાના વરઘોડામાં મનમૂકીને નાચ્યો, જુઓ લગ્નની બ્યુટીફૂલ તસવીરો
બોલિવુડ અભિનેતા હરમન બાવેજા લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. તેમણે તેમની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ સાશા રામચંદાની સાથે કોલકાતામાં સાત ફેરા લીધા છે. આ લગ્નનો વીડિયો બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે જ લગ્નની ઘણી તસવીરો પણ વાયરલ થઇ રહી છે.
હરમન સાશાના લગ્નની વિધિ રવિવાર સવારે તેના વરઘોડા સાથે થઈ. હરમનના બેસ્ટ ફ્રેન્ડ રાજ કુંદ્રાએ પણ લગ્નની ફોટો શેર કરી છે. આ ફોટોઝમાં હરમન જાનમાં ઢોલના તાલે નાચતો જોવા મળે છે. હરમનના લગ્નનું ફંકશન 3 દિવસથી ચાલી રહ્યું છે.
લગ્નની જે તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે, તેમાં જોઇ શકાય છે કે, હરમન બાવેજાએ ઓફ વ્હાઇટ અને લાઇટ પિંંક કલરની શેરવાની પહેરી છે અને તેમની દુલ્હન એટલે કે સાશાએ મરૂન અને ગોલ્ડન કલરનો લહેંગો કેરી કર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
હરમન બાવેજાએ ડિસેમ્બર 2020માં ન્યૂટ્રીશન હેલ્થ કોચ સાશા રામચંદાની સાથે સગાઈ કરી હતી. આ સમાચાર હરમનની બહેન રોવેનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ હરમન બાવેજાના સંગીત સમારંભમાં જોરદાર ડાંસ કર્યો હતો. શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં હરમન બાવેજાના લગ્નમાં રાજ કુંદ્રા ભાંગડા કરતો નજરે પડજે છે.
હરમનના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, તેણે વર્ષ 2008માં ફિલ્મ લવ સ્ટોરી 2050’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, જેમાં પ્રિયંકા ચોપડા તેની ઓપોઝિટ નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસમાં ફ્લોપ રહી હતી. જે બાદ તેણે ‘વિક્ટ્રી’, ‘વોટ્સ યોર રાશિ’ અને ‘ઢિશક્યાઉં’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું.
આ વર્ષે તેની અને જેનેલિયા ડિસૂઝા સ્ટારર ફિલ્મ ‘ઈટ્સ માય લાઈફ’ ટીવી પર રિલીઝ થઈ, જેનું શૂટિંગ લગભગ એક દશકા પહેલાં જ પૂર્ણ થયું હતું.