કોરોના વાયરસના કારણે ઘણા બધા ધંધાઓ ઉપર માઠી અસર પડી છે. ઘણા વ્યવસાયો અને એકમો બંધ પણ થઇ ગયા છે. તો ભારતના બાઈક રસિયાઓ માટે હવે માઠા સમાચાર આવ્યા છે. અમેરિકન બાઈક કંપની હાર્લે ડેવિસને ભારતમાં પોતાનું ઉત્પાદન અને વેચાણ બંધ કરી દીધું છે.

લગભગ એક દશક પહેલા જયારે હાર્લે ડેવિસન મોટર કંપની ઇન્ડિયા લિમિટેડ ભારતીય બજારમાં આવી હતી ત્યરે તેમને લાગ્યું હતું કે ભારતમાં તેમનો કારોબાર ખુબ જ ફેલાશે. પરંતુ દર વર્ષે ઘટતા વેચાણના કારણે છેલ્લે કંપનીએ ભારતમાં વેચાણ અને ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.

જોકે, કંપનીએ ગયા વર્ષે જ ગ્લોબલ રિકંસ્ટ્રક્ચરિંગ ઇનિશિયેટીવ્સ (GRI)નું એલાન કર્યું હતું. જેના અંતર્ગત કંપની દેશની અંદરથી પોતાનો કારોબાર સમેટી રહી છે. જ્યાં કંપનીનું વેચાણ અને નફો ઓછો થઇ રહ્યો છે.

સિયામથી મળેલા આંકડા અનુસાર વર્ષ 2018-19 દરમિયાન હાર્લે ડેવિસન મોટર કંપની ઇન્ડિયા લિમિટેડે જ્યાં 6,907 મોટરસાઈકલનું ઉત્પાદન કર્યું હતું તે વર્ષ 2019-20માં ઘટીને 4,370 જ રહી ગયું. વર્ષ 2018-19માં તેનું વેચાણ 2,471 મોટરસાઈકલનું રહ્યું હતું. જે 2019-20માં ઘટીને 2,437 રહ્યું છે. ભારતમાં મોટરસાઇકલ તૈયાર કરીને કેટલાક દેશોમાં નિકાસ પણ કરવામાં આવતી હતી. ગયા વર્ષે નિકાસમાં પણ ઘટાડો આવ્યો. વર્ષ 2018-19માં કંપનીએ કુલ 5,220 મોટરસાઈકલનો નિકાસ કર્યો જયારે વર્ષ 2019-20માં ઘટીને 2,147 મોટરસાઇકલનો જ નિકાસ થઇ શક્યો.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે હવે કંપની ફક્ત પોતાની મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ કરી રહી છે. બાઈકનું માર્કેટિંગ અને સેલ્સ ચાલુ રહેશે. હવે ભારતમાં આ કંપનીની બાઈક થાઈલૅન્ડથી આયાત કરવામાં આવશે. એવામાં બાઈકની કિંમત 40થી 50 હજાર રૂપિયા વધી જશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.