હાઇ ફેન્ડસ, બટાકા પૌઆ એ એવી ડિશ છે જે નાના મોટા બધાની ફેવરીટ હોય.તમે બધા બટાકાપૈઆ બનાવતા જ હશો પણ બધાની બનાવવાની રીત અલગ અલગ હોય.કોઇ પણ રીતે બનાવો બટાકાપૌઆ ટેસ્ટી જ લાગે.આજે હુ બટાકાપૌઆની એવી રેસીપી લઈને આવી છુ ટેસ્ટ અને હેલ્થમાં બેસ્ટ છે.તો નોંધી લો મારી આ રેસીપી અને ટા્ય કરો તમારા કિચનમાં.
સામગી્
- પૌઆ-૧ કપ
- ગી્ન ચટણી-અડધો કપ( કોથમીર ફુદીનાની)
- બટાકુ-૧/૪ કપ(ઝીણુ સમારેલુ)
- ડુંગડી-૧/૪ કપ(ઝીણી સમારેલી)
- લીલા વટાણા-૧/૪ કપ
- ફણસી-૪-૫ (ઝીણી સમારેલી)
- ગી્ન કેપ્સીકમ-૧/૪ કપ
- આદુ મરચાની પેસ્ટ-૧ ટેબલ સ્પૂન
- તેલ-૨ ટેબલ સ્પૂન
- સીંગદાણા-૮-૧૦
- રાઇ-૧ ટી સ્પૂન
- જીરૂ-૧ ટી સ્પૂન
- મીઠો લીમડો-૪-૫ પાન
- હીંગ-હાફ ટી સ્પૂન
- ખાંડ-૧ ટેબલ સ્પૂન
- લીંબુનો રસ-૧ ટેબલ સ્પૂન
- મીઠુ-સ્વાદ મુજબ
- કોથમીર અને ઝીણી સેવ-ગાનૅીશીંગ માટે
રીત
પૌઆને ધોઈને રાખો એટલે સરખા સૂકાઈ જાય. કોથમીર ફુદીનાને ધોઈને તેમાં લીલા રચા,આદુ,સીંગદાણા,ખાંડ,લીંબુનો રસ,મીઠુ અને જરૂર મુજબ પાણી ઉમેરીને મિક્સરમાં ગી્ન ચટણી બનાવો.
પેનમાં તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરૂ ઉમેરો.તેમાં હીંગ,મીઠો લીમડો અને આદુ મરચાની પેસ્ટ અને સીંગદાણા ઉમેરીને સાંતડો.
ત્યારબાદ તેમાં ઝીણાં સમારેલા બટાકા,ડુંગડી,વટાણા,કેપ્સીકમ અનેફણસી ઉમેરીને સરખુ ચડી જાય ત્યાં સુધી સાંતડો.
તેમાં ગી્ન ચટણી ઉમેરીને ૨મિનિટ સાંતડવા દો.હવે તેમાં ધોઈને રાખેલા પૌઆ ઉમેરીને તેમાં મીઠુ,ખાંડ અને લીંબુનો રસ ઉમેરીને સરખુ મિક્સ કરો.
ગરમ ગરમ પૌઆને કોથમીર અને ઝીણી સેવથી ગાનૅીશ કરીને સવૅ કરો.કમેન્ટસમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી.
Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ