2020 એક બાદ એક દિગ્ગ્જ કલાકારો આ દુનિયાને અલવિદા કહી રહ્યા છે હજુ સુશાંત સિંહ રાજપૂતના નિધનના શોકમાંથી હજુ લોકો બહાર નીકળ્યા નથી ત્યાં યો વધુ એક ઝટકો લાગ્યો છે.

બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક હરીશ શાહનું નિધન થયુ છે. આજે સવારે6 વાગ્યે તેને અંતિમ શ્વાસ લીધા હતા. હરીશ શાહ લાંબા સમયથી કેન્સરની બીમારીથી સામે ઝઝૂમી રહ્યા હતા. હરીશ શાહની ગણતરી બોલિવૂડના દિગ્ગજ નિર્માતાઓમાં થતી હતી. હરીશ શાહની ફિલ્મોમાં કાલા સોના, મેરે જીવન સાથી,હોટેલ, રામ તેરે કિતને નામ, ધન દૌલત, જલજલા, જાલ ધ ટ્રેપનો સમાવેશ થાય છે.
Filmmaker #HarishShah dies at 76 in #Mumbai. #BollywoodNews #bollywoodbreaking2020 pic.twitter.com/CP3CbwQqeQ
— Nedrick Express (@NedrickExpress) July 7, 2020
હરીશ શાહએ તેની ફિલ્મી કરિયરમાં રાજેશ ખન્ના, તનુજા, ફિરોઝ ખાન, મુમતાઝ, ધર્મેન્દ્ર, iષિ કપૂર, શત્રુઘ્ન સિંહા, મિથુન ચક્રવર્તી, સન્ની દેઓલ જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું હતું.
ફિલ્મના નિર્માતા અને હરીશ શાહના ભાઈ વિનોદ શાહે જણાવ્યું કે હરીશ છેલ્લા 10 વર્ષથી ગળાના કેન્સરથી પીડિત હતો. જણાવી દઈએ કે, હરીશ, કેન્સર પરની તેની ટૂંકી ફિલ્મ Why me? પ્રોડ્યુસ કરી હતી. તે રાષ્ટ્રપતિ એવોર્ડ જીતનાર પ્રોડ્યુસ પણ હતો.

હિન્દી સિનેમાએ થોડા સમયમાં જ ઋષિ કપૂર, ઇરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂત જેવા દિગ્ગજ કલાકારો ગુમાવ્યા છે જે ક્યારે ભરી ના શકાય તેવી ખોટ છે.
પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..