ખબર

સુષ્મા સ્વરાજની દીકરીએ મા ના અવસાન પછી મા માટે એવું કાર્ય કર્યું કે ચારે બાજુ વાહ વાહ થઇ

પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગ્જ નેતા સુષ્મા સ્વરાજને તેના નિધનના તોડા સમય પહેલા કુલભૂષણ જાધવ મામલે વરિષ્ઠ ભારતીય વકીલ હરીશ સાલવેને તેની 1 રૂપિયો ફી દેવા માટે બોલાવ્યા હતા. સાલ્વેએ હેંગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઈસીજે)માં જાધવ મામલે સુનાવણી દરમિયાન ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે 1 રૂપિયો ફી લેવાનું નક્કી કરી હતું. પરંતુ દુઃખની વાત આ એ છે કે, હરીશ સાલ્વેને તેની ફી મળે તે પહેલા સુષ્મા સ્વરાજનું નિધન થઇ ગયું હતું. પરંતુ હવે સાલ્વેને તેનફી મળી ગઈ છે.

સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજે શુક્રવારે વકીલ હરીશ સાલ્વેને તેની ફી ચૂકવી દીધી હતી. સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે એક ટ્વીટમાં કહ્યું હતું કે, બાંસુરુએ આ જે તારી અંતિમ ઈચ્છા પુરી કરી દીધી છે. કુલભૂષણ જાધવના કેસ મામલાના ફીના 1 રૂપિયા તું જે છોડીને ગઈ હતી, તેને આજે હરીશ સાલ્વેને ભેટ કરી દીધા છે.

સુષ્મા સ્વરાજના નિધન બાદ હરીશ સાલ્વેએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે. નિધનના થોડા સમય પહેલા જ તેની સુષ્મા સ્વરાજ સાથે વાત થઇ હતી. હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, મારે રાતે 8:45 વાગ્યે વાતચીત થઇ હતી. આ એક બહુજ ભાવનાત્મક વાતચીત હતી. તે સમયે અમે બન્ને બહુ જ ભાવુક થઇ ગયા હતા. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, આઓ અને મને મળો.જો કેસ તમે જીત્યા છો તેના માટે મારે તમને એક રૂપિયો આપવો છે. ત્યારે મેં કહ્યું હતું કે, બેશક હું આ કિંમતી ફી લેવા માટે આવીશ. ત્યારબાદ તેને કહ્યું કે કાલે 6 વાગ્યે આવજો. પરંતુ આ પહેલા તો તેમનું નિધન થઇ જતા તેનો આ વાયદો અધૂરો રહી ગયો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.