ખબર ફિલ્મી દુનિયા

“બજરંગી ભાઈજાન” ફિલ્મના આ અભિનેતાનું કોરોનાના કારણે નિધન, એક દિવસ પહેલા જ થયું હતું માતાનું મૃત્યુ

કોરોનાનો પ્રકોપ દુનિયાભરમાં યથાવત છે. અને આ કોરોના વાયરસના કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. હિમાચલ પ્રદેશમાં પણ મંગળવારના રોજ કોરોનાથી 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, ત્યારે હવે બોલીવુડમાંથી પણ એક દુઃખ સમાચાર આવી રહ્યા છે.

Image Source

ફિલ્મ “બજરંગી ભાઈજાન”માં અભિનય કરનારા અભિનેતા હરીશ બચંટાનું પણ મંગળવારના રોજ કોરોના વાયરસના કારણે નિધન થઇ ગયું છે. હરીશ છેલ્લા 18 વર્ષોથી બોલીવુડમાં સક્રિય છે. તેમની ઉંમર માત્ર 48 વર્ષની હતી. તેમને બૉલીવુડની ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ ચલાવ્યો છે. તેમને સલમાન ખાન સાથેની ફિલ્મ “બજરંગી ભાઈજાન”માં પણ કામ કર્યું છે.

Image Source

ફિલ્મ “બજરંગી ભાઈજાન”માં હરીશે પાકિસ્તાની પોલીસ ઓફિસરની ભૂમિકા નિભાવી હતી. આ ઉપરાંત હરીશે ઘણી ટીવી ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે. તેમને CID અને ક્રાઇમ પેટ્રોલ જેવી ધારાવાહિકોમાં પણ પોતાના અભિનય દ્વારા નામના મેળવી છે.

Image Source

હરીશની માતાનું પણ એક દિવસ પહેલા જ નિધન થયું હતું. હરીશને તાવ આવ્યા બાદ રોહેડૂથી આઇજીએમસી શિફ્ટ કરવામાં આવ્યા હતા. સોમવારે રાત્રે તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાય નહોતા.