BREAKING: પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ થયા અક્ષર નિવાસી, હરિભક્તોમાં શોક

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 વાગ્યે અક્ષર નિવાસી થયા છે. તેઓ 88 વર્ષના હતા. તેમની તબિયત લથડતા સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ 11 વાગ્યા આસપાસ તેમનું દેહાવસાન થયુ હતુ. આ વાતની જાણ થતા જ હરિભક્તોમાં શોક વ્યાપી ઉઠ્યો છે.

દેશ વિદેશમાં રહેતા તેમના ભક્તોમાં શોકનો માહોલ છે. યોગી ડિવાઈન સોસાયટી દ્વારા તેમના નિધનની જાહેરાત કરવામાં આવી છે. સોખડાના સંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટેનો કાર્યક્રમ સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો હતો.

જ્યાંથી મંગળવારે સવારે 11 વાગે પાર્થિવ દેહને હરિધામ સોખડા ખાતે લઇ જવાશે. સ્વામીજીના પાર્થિવ દેહને બુધવારે દર્શનાર્થે મૂકાશે. આજે સવારે 11 કલાકે હરિધામ સોખડા ભક્તોના દર્શન માટે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે હરિપ્રસાદ સ્વામીજીના નિધન પર ટ્વીટરના માધ્યમથી શ્રદ્ધાંજલી આપી છે.

Shah Jina