હારીજ મામલતદાર વિનુ પટેલ આપઘાત કેસ, બિલ્ડીંગના ત્રીજા માળેથી છલાંગ લગાવી, વાંચો આખી ઘટના વિશે

હારીજના મામલતદાર વિનુ પટેલના કેસમાં નવો વળાંક, સામે આવી ચોંકાવનારી fb પોસ્ટ, વાંચો આખી ઘટના વિશે

પાટણના હારીજના મામલતદાર વિનુ પટેલ આત્મહત્યા મામલે ચોંકાવનારી વિગત સામે આવી છે. બિલ્ડીંગના ત્રીજા માળેથી છલાંગ લગાવી વિનુ પટેલે આપઘાત કરી લીધા બાદ તેમની એક ફેસબુક પોસ્ટ સામે આવી છે. આ પોસ્ટમાં તેમણે નકલી આઈડીથી હેરાનગતિ કરાતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે, હજુ તો આપઘાતનું કારણ સામે નથી આવ્યું.

મામલતદારે ફેસબુક પોસ્ટમાં તેમના નામે બનાવાયેલી નકલી આઈડી બનાવી શખ્સો હેરાનગતિ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.વિનુ પટેલના ફોટા અને તેમના નામનું વોટ્સપ આઇડી કોઈએ બનાવ્યું, જેથી કોઈએ આવા ખોટા આઇડી પર વહેવાર ન કરવા વિનુ પટેલે પોસ્ટ વાયરલ કરી લોકોને જાણ કરી હતી. જો કે, આ મામલે કોઈ પ્રકારની સાયબર ક્રાઇમમાં વિનુ પટેલ દ્વારા ફરિયાદ નથી કરાઇ.

પાટણના હારીજ તાલુકા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતાં વિનુ પટેલે વહેલી સવારે 9 વાગ્યાના અરસામાં પોતાની કચેરીના બીજા માળેથી પડતું મુક્યુ હતુ. જેને કારણે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું.વિનુ પટેલના નામની નકલી ફેસબુક આઈડી બનાવી તેમના સાથે ક્યાં પ્રકારની હેરાનગતિ કરવામાં આવતી, તેને લઈને પોસ્ટમાં કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો.

ત્યારે હવે પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી છે. વિનુ પટેલે આપઘાત પહેલા કોઇ સુસાઈડ નોટ પણ ન લખી હોવાનું કહેવાઇ રહ્યુ છે. મૃતક વિનુ પટેલ બનાસકાંઠાના દિયોદર તાલુકાના લીલીધર ગામના વતની હતા.

Shah Jina