સમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉજવણી ધામધૂમથી ચાલી રહી છે. ભારતમાં પણ આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. સામાન્ય લોકોની સાથે સેલેબ્સ પણ તેને પોતાની સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી રહ્યા છે. ત્યાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકની ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. તેમની જેમ તેમની પત્ની નતાશા સ્ટેનકોવિક ભલે બોલિવૂડથી દૂર હોય, પરંતુ આજે તેને કોઈ ઓળખની જરૂર નથી.
હવે હાર્દિક ફરી એકવાર ફેન્સ માટે ચર્ચાનો વિષય બન્યો છે. 25 ડિસેમ્બરની રાત્રે, નતાશા અને હાર્દિકે તેમના ક્રિસમસને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી ન હતી. બંનેની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ખાસ અવસર પર હાર્દિક અને નતાશાએ તેમના આખા પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.
નતાશાના લુકની વાત કરીએ તો તે ઓફ શોલ્ડર પિંક ગાઉનમાં જોવા મળી હતી. હાર્દિકે સફેદ શર્ટ અને ગ્રે પેન્ટ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો. ક્રુણાલ પંડ્યા પણ તેની પત્ની સાથે ક્રિસમસ સેલિબ્રેશનમાં જોવા મળ્યો હતો.
આ તસવીરો વાયરલ થવાનું કારણ તેમનું સેલિબ્રેશન નહિ પરંતુ કંઈક બીજું છે. આ તસવીરોમાં નતાશાને જોઈને ચાહકો હાર્દિકના ફરી પિતા બનવાની વાત ચાહકો કરી રહ્યા છે. અભિનેત્રી નતાશાના પતિ હાર્દિક પંડ્યાએ તેના સોશિયલ મીડિયા પરથી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે તેના પરિવાર સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરતો જોવા મળી રહી છે. તસવીરો શેર કરીને હાર્દિક પંડ્યાએ તેના ચાહકોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે.
હાર્દિકે ફોટાની સાથે કેપ્શનમાં લખ્યું છે- ‘મારી અને મારા પરિવાર તરફથી બધાને મેરી ક્રિસમસ.’ આ જ તસવીરો શેર કરતી વખતે નતાશાએ ફેન્સને ક્રિસમસની શુભકામનાઓ આપી છે. જે બાદ ફોટામાં અભિનેત્રીના બેબી બમ્પને જોયા બાદ તેની પ્રેગ્નન્સીની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ તસવીરોમાં નતાશાનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે. તેથી જ ચાહકો હાર્દિકને પૂછી રહ્યા છે કે શું તે ખરેખર બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે ? અત્યારે તો હાર્દિક તરફથી તેની પત્ની પ્રેગ્નન્ટ છે કે નહીં તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ હાર્દિકના ફેન્સ આ જાણીને ખૂબ જ ઉત્સાહિત છે.
જ્યારે હાર્દિકે તેના ઈન્સ્ટાગ્રામ પરથી તેની ક્રિસમસ સેલિબ્રેશનની તસવીર શેર કરી ત્યારે લોકો તેને ક્રિસમસની શુભકામનાઓ પાઠવી રહ્યા હતા, સાથે જ તેને તેના પિતા બનવાનો સવાલ પણ પૂછી રહ્યા છે. હાર્દિક સાથેની આ તસવીરોમાં તેની પત્ની, તેના પુત્ર અને ભાઈ કૃણાલ પંડ્યા સાથે જોવા મળી રહ્યો છે.
આટલું જ નહીં તેની ક્રિસમસ પાર્ટીમાં ઘણા લોકોએ હાજરી આપી હતી. તસવીર જોઈને લાગે છે કે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. પરિવાર સાથે મિત્રો પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.
હાર્દિક અને નતાશા જુલાઈ 2020માં અગસ્ત્યના પેરેન્ટ્સ બન્યા હતા. હાર્દિક અને તેનો ભાઈ કુણાલ પંડ્યા તેમની જીવનશૈલીના કારણે ખૂબ ચર્ચામાં રહે છે. હાલમાં બંને ભાઈઓ ભારતીય ક્રિકેટ ટીમની બહાર ચાલી રહ્યા છે. એક સમયે હાર્દિકની ફિટનેસને લઈને ઘણી ચર્ચાઓ થતી હતી.