હાર્દિક પંડ્યા લાઈવ મેચમાં વિકેટ લીધા બાદ એટલો ખુશ થઇ ગયો કે એમ્પાયર પાસે જઈને કરી દીધી એવી હરકત કે વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયામાં હાલ બસ એક જ વાતની ચર્ચા જોર શોરથી ચાલી રહી છે અને એ છે ગુજરાત ટાઇટન્સની આઈપીએલની ટ્રોફી જીતવાની. રવિવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી સિઝનની ટ્રોફી જીતી હતી. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની ગુજરાત ટાઇટન્સ પ્રથમ વખત IPL રમવા આવી હતી અને તેની પહેલી જ સિઝનમાં તેણે અજાયબીઓ કરી હતી અને ટ્રોફી જીતી હતી. ટીમની જીત બાદ તમામ ખેલાડીઓ ખૂબ જ ખુશ અને ભાવુક હતા.

હાર્દિક પંડ્યાને આ વર્ષે આઇપીએલમાં નવી ખરીદાયેલી ટીમ ગુજરાત ટાઇટન્સની કમાન સોંપવામાં આવી હતી. હાર્દિક પંડ્યાની ક્રિકેટ કારકિર્દી માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. ઈજા બાદ તેની કારકિર્દી દાવ પર લાગી ગઈ હતી. ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં તે ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તે ટીમની બહાર થઈ ગયો હતો. તેની બોલિંગ ન કરવા બદલ ઘણી ટીકા થઈ હતી.

IPLની 15મી સિઝનમાં હાર્દિક પંડ્યાએ 487 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે 8 વિકેટ પોતાના નામે કરી હતી. હાર્દિકને ફાઇનલમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે આ IPLમાં 4 અડધી સદી ફટકારી છે. હાર્દિક પંડ્યાએ ફાઈનલ મેચમાં પોતાની ચાર ઓવરના સ્પેલમાં 17 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સિવાય બેટિંગમાં હાથ બતાવીને 30 બોલમાં 34 રન બનાવ્યા.

આ દરમિયાન સોશિયલ મીડિયામાં હાર્દિક પંડ્યાનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોની અંદર હાર્દિક પંડ્યા વિકેટ લેવાની ખુશીમાં કંઈક એવું કરી બેસે છે જે કેટલાક લોકોને પસંદ નથી આવી રહ્યું તો તો કેટલાક લોકો આ ઘટનાને રમુજી ગણાવી રહ્યા છે, અને આ વીડિયો ઉપર હસતા પણ જોવા મળી રહ્યા છે.

હાર્દિક પંડ્યા મેચની 15મી ઓવર લઈને આવ્યો હતો, ત્યારે રાજસ્થાન તરફથી સીમોરન હેટમાયર બેટિંગ કરી રહ્યો હતો. ઓવરનો છેલ્લો જ બોલ હતો જે હાર્દિક પંડ્યાએ ફેંકવાની સાથે જ હેટમાયર  સમજી ના શક્યો અને હાર્દિક પંડ્યાના હાથમાં જ કેચ આપી બેઠો, જે હાર્દિકે ભૂલ કર્યા વગર લપકી લીધો.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

આ કેચ લેતાની સાથે જ હાર્દિક ઉજવણી કરવા લાગ્યો અને દોડતો એમ્પ્યાર પાસે પહોંચી ગયો અને એમ્પાયર પાસે પહોંચીને તેમની સાથે મસ્તી કરવા લાગી ગયો હતો, હાર્દિક પંડ્યાને અચાનક આવેલો જોઈને એમ્પાયર પણ પહેલા હેરાન રહી ગયા, પરંતુ બાદમાં હાર્દિકની મસ્તી જોઈને તે પણ હસવા લાગ્યા હતા.

Niraj Patel