ક્રિકેટર હાર્દિક પંડયા મંગેતર અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક પર પ્રેમ વરસાવી રહ્યો છે. હાર્દિક તેની પ્રેગ્નેન્ટ મંગેતર નતાશાનું ધ્યાન રાખી રહ્યો છે આ સાથે જ તેને ખુશ રાખવા માટે ગિફ્ટ પણ આપી રહ્યો છે.
View this post on Instagram
હાર્દિક પંડ્યાએ તેની મંગેતર નતાશાએ ગુલાબબુકે ગિફ્ટ કર્યો હતો. નતાશા સ્ટેનકોવિચે હાર્દિક પંડ્યાને મળેલા આ ગુલાબનો ફોટો શેર કર્યો હતો. તેણે પોતાનો અને હાર્દિકનો ફોટો શેર કરતાં લખ્યું કે, ‘તમે હંમેશા મારા રહેશો.’ ફોટામાં તમે ઘણા લાલ અને પીળા ગુલાબ જોઈ શકો છો.
એક ફોટો શેર કરતી વખતે હાર્દિક પંડ્યાએ કહ્યું કે તે તેની મંગેતર માટે ગુલાબ લાવ્યો છે. તેણે લખ્યું, ‘મારા ગુલાબ માટે આ બધા ગુલાબ.’
જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાએ તાજેતરમાં નતાશાના પ્રેગ્નેન્ટ હોવાના સારા સમાચાર શેર કર્યા હતા. હાર્દિકે સોશિયલ મીડિયા પર નતાશા સાથેની કેટલીક તસવીરો શેર કરીને આ જાહેરાત કરી હતી.
ઇન્સ્ટાગ્રામ પર નતાશા સાથે ફોટા શેર કરતા હાર્દિક પંડ્યાએ લખ્યું હતું કે ‘નતાશા અને મેં એક લાંબો સફર નક્કી કરી લીધો છે. અમે બહુ જ જલદી અમારા જીવનમાં એક નવા મહેમાનનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે.
View this post on Instagram
નતાશા અને હાર્દિકે નવા વર્ષે દુબઇમાં સગાઈ કરી હતી. સગાઈ બાદ ક્રિકેટર હાર્દિકે સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની ઘોષણા કરતા લખ્યું – મેં તેરા તુ મેરી જાને સારા હિન્દુસ્તાન.
View this post on Instagram
ખબરોનું માનીએ તો નતાશા અને હાર્દિકની મુલાકાત પહેલીવાર મુંબઈના નાઈટક્લબમાં થઈ હતી. આ પછી બંને વચ્ચે મિત્રતા થઈ અને આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.