મનોરંજન

હાર્દિક પંડ્યાએ દીકરા અગત્સ્યને પહેલીવાર આ રીતે કરાવી વિમાનની સફર, જુઓ

થોડા દિવસ પહેલા જ ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના પિતા આ દુનિયા છોડી જતા રહ્યા. જેના બાદ હાર્દિક ખુબ જ દુઃખી હતો.પરંતુ હવે આ દરમિયાન હાર્દિકના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. આ દુઃખમાંથી બહાર નીકળીને હવે હાર્દિક ક્રિકેટના મેદાન તરફ પરત ફર્યો છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝ 4 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ત્યારે આ સિરીઝની પહેલી ટેસ્ટ ચેન્નાઇમાં રમનારી છે. જેના માટે ટિમ ઇન્ડિયાના ખેલાડીઓ ચેન્નાઇ પહોંચી રહ્યા છે. ગુરુવારના રોજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ચેન્નાઇ પહોંચી ગયો છે.

આ દરમિયાન ખાસ વાત એ છે કે હાર્દિકની સાથે તેનો દીકરો અગત્સ્ય પણ જોવા મળ્યો હતો. હાર્દિકે દીકરા અગત્સ્ય સાથે વિમાનમાં બેઠેલી તસ્વીર શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં હાલ ખુબ જ વાયરલ થઇ રહી છે.

પોતાના દીકરા અગત્સ્ય સાથે શેર કરેલી તસ્વીરની અંદર પંડ્યાએ કેપશનમાં લખ્યું છે “મારા દીકરાની પહેલી ફ્લાઇટ.” જેના દ્વારા માલુમ પડે છે કે હાર્દિકનો દીકરો પહેલીવાર ફલાઇટની મજા માણી રહ્યો છે.