ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે. બંને તેની એક્ટિવિટી સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન દુનિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, તે જલ્દી જ પિતા બની જશે અને તેની પત્ની નતાશા પ્રેગ્નેન્ટ છે.
સોશિયલ પ્લેટફાર્મ પર એક્ટિવ રહેનારા હાર્દિક પંડયાની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે તસ્વીર શેર કરીને એક સવાલ પૂછ્યો હતો કે, જેના પર નતાશાએ બહુ જ પ્રેમ ભર્યો જવાબ આપ્યો છે.
View this post on Instagram
હાલમાં જ હાર્દિકએ તેની મંગેતર નતાશા સાથે એક તસ્વીર શેર કરી હતી. આ સેલ્ફીમાં આ કપલ કારમાં બેસેલું જોવા મળે છે. બંનેએ હસીને પોઝ આપ્યો છે. હાર્દિકે તસ્વીર શેર કરતા નતાશાને પ્રેમભર્યું કેપ્સન આપીને ટેગ પણ કર્યું હતું.
View this post on Instagram
હાર્દિક પંડયાએ લખ્યું હતું કે, બબ્સ તારા ચહેરા પર આટલી ચમક ક્યાંથી લઇ આવે છે ? આ સાથે જ હાર્દિકે પ્રેમથી હસનારી લાફ્ટર ઈમોજીનો પણ ઉપયોગ કર્યો હતો. આ બાબતે નતાશાએ જવાબ આપ્યો હતો કે, આ નિખાર આપણા બાળક અને તારા પ્રેમને કારણે છે. આ સાથે જ તેને બેબી ઈમોજી પણ કમેન્ટમાં મેંશન કર્યું હતું.
જણાવી દઈએ કે, નતાશા પ્રેગ્નેન્ટ હોય હાર્દિક નતાશાનું બહુ જ ધ્યાન તાખી રહ્યો છે. આ કપલે આ વર્ષની શરૂઆતમાં સગાઈ કરી હતી. જેની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે, 2018માં એશિયા કપ દરમિયાન હાર્દિકના પીઠ પર ઇજા થઇ હતી.આ બાદ તે ટીમમાં અંદર- બહાર થતો રહે છે. ગત વર્ષ તેને પીઠની સર્જરી કરાવી હતી. હવે હાર્દિક ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરવા માટે પુરી રીતે તૈયાર છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.