ખબર

હાર્દિક પટેલ કરી રહ્યો છે લગ્ન, જાણો ક્યારે, કોની સાથે અને બીજી વિગતો…ક્લિક કરી જોઈ લો હાર્દિકની થનાર પત્ની કોણ છે

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના યુવા નેતા હાર્દિક પટેલના લગ્ન તેમની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે થશે. હાર્દિક અને કિંજલ બંને 27 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરના દિગસર ગામે તેમના કુળદેવીના મંદિરમાં લગ્નગ્રંથિથી જોડાશે. માહિતી અનુસાર, હાર્દિક અને કિંજલ ફક્ત નિકટના લોકો અને પરિવાર મળીને કુલ 100 લોકોની જ હાજરીમાં જ ખૂબ જ સાદગીથી લગ્ન કરશે. લગ્ન વિધિ કુળદેવી માતાના મંદિરે પાટીદાર રીત રિવાજ મુજબ થશે.

કોણ છે હાર્દિકની થવાવાળી પત્ની?
કિંજલ પરીખ હાર્દિકની બાળપણની મિત્ર છે, જેને કોમર્સમાં ગ્રેજયુએશન કર્યા બાદ હવે ગાંધીનગરમાં LLBનો અભ્યાસ કરી રહી છે. કિંજલનો પરિવાર હાલ સુરતમાં રહે છે. કિંજલ અને હાર્દિકની બહેન મોનિકા બંને સાથે અભ્યાસ કરતી હતી. બંનેની સગાઇ વર્ષ 2016માં થઇ ગઈ હતી.

લગ્નની આગલી રાતે રાખવામાં આવશે રિસેપ્શન
હાર્દિકના પિતા ભરતભાઈ પટેલે જણાવ્યું કે, “વિરમગામ ખાતે 26 જાન્યુઆરીના રોજ ભોજન સમારંભનું આયોજન છે. અને 27 જાન્યુઆરીના રોજ દિગસર ગામે લગ્નવિધિ કરવામાં આવશે.” વધુમાં લગ્નનું આયોજન દિગસર ગામે કરવા પર તેઓએ કહ્યું કે, “હાર્દિકના લગ્ન ઉંઝા ઉમિયા માતાના મંદિરમાં કરવાની ઈચ્છા હતી, પરંતુ હાર્દિકને મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધી હોવાને કારણે ના છૂટકે લગ્ન દિગસર ગામે માતાજીનું મંદિર છે ત્યાં કરવામાં આવશે.”

મારા લગ્નમાં કરીશ 100 કરોડનો ખર્ચ: હાર્દિક
ગયા વર્ષે હાર્દિકની બહેનના લગ્ન લેવામાં આવ્યા હતા, ત્યારે લોકોમાં એવી ચર્ચાઓ હતી કે તેના લગ્નમાં 50 કરોડનો ખર્ચ કર્યો હતો. ત્યારે આ બાબતે હાર્દિકે કટાક્ષ કર્યો છે કે “મારી બહેનના લગ્નમાં મેં 50 કરોડનો ખર્ચ કર્યો હતો તો હવે હું મારા લગ્નમાં 100 કરોડનો ખર્ચો કરીશ. હું મારા લગ્નમાં ડબલ ખર્ચો કરીશ.”

હાર્દિકે લગ્ન પછી હનીમૂન વિશે કહ્યું છે કે હનીમૂન ચૂંટણીઓ પછી કરીશ. હાર્દિકના લગ્નની સાથે જ આ વાતોએ પણ વેગ પકડ્યો છે કે હાર્દિક 2019ની લોકસભાની ચૂંટણી લડશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks