ખબર

બ્રેકીંગ ન્યુઝ: પાટીદાર નેતા હાર્દિક પટેલના પિતાનું આ બીમારીથી નિધન

છેલ્લા દોઢ મહિનાથી કોરોનાનો દેશમાં રાફડો ફાટ્યો છે અને છેલ્લા થોડાક દિવસથી ભારતમાં રોજના ૩ હજારથી વધુ દર્દીઓ મરે છે. દેશમાં સતત ચોથા દિવસે 4 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે સતત બીજા દિવસે 4 હજારથી વધુ કોરોના દર્દીઓના મોત થયા છે જે ખુબ જ ચિંતાજનક છે. જો કે દિલ્હી અને મુંબઈ સહિત અનેક મોટા શહેરોમાં સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે

પરંતુ મૃતકોની સંખ્યા ઓછી થઈ રહી નથી. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ 4 લાખ 3 હજાર 626 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. શનિવારે, ભારતમાં કોવિડને લીધે 4,091 લોકોનાં મોત થયાં. જો કે, રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં 3 લાખ 86 હજાર 207 લોકો સાજા પણ થયા. આ એક જ દિવસમાં સાજા થનાર લોકોની સૌથી મોટી સંખ્યા છે.

રાજ્યના કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ (Hardik Patel)ના પિતા ભરત પટેલ (Bharat Patel)નું હમણાં જ કોવિડને લીધે હાર્દિકના પપ્પા કોરોના પૉઝિટિવ હતા અને આજે સવારે તબિયત બગડતા તેમને યુ.એન.મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં હૃદય બંધ પડી જવાના કારણે તેમનું નિધન થયું હતું.

Image Source

હાર્દિક પટેલના પિતાના અવસાનના આ સમાચાર ગુજરાતના લીડર અમિત ચાવડાએ ટ્વિટ કરીને આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે, ‘કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અમારા સાથી હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલના નિધનના સમાચાર દુઃખદ છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું’.

હાર્દિક પટેલે 2 મેના દિવસે તેમના પપ્પા કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. તેમને લખ્યું હતું ડોક્ટરોની સલાહ અનુસાર ઘરે જ સારવાર ચાલી રહી છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી જલદી ઠીક થઈ જઈશ.