ખબર

સાદગીપૂર્વક સંપન્ન થયા પાસ નેતા હાર્દિક પટેલના લગ્ન; બાળપણની મિત્ર સાથે ફર્યો ફેરા…જુઓ લગ્નની ક્યાંય નહીં જોઈ હોય તેવી તસવીરો

આ લગ્નની સીઝનમાં પાટીદાર અમાનત આંદોલન સમિતિ (PAAS) ના નેતા હાર્દિક પટેલના લગ્ન તેની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્ન સુરેન્દ્રનગર જિલ્લાના દિગસર ગામના મંદિરમાં યોજવામાં આવ્યા હતા.

હાર્દિક અને કિંજલના લગ્ન સમારંભનું આયોજન ખૂબ જ સાદગીપૂર્વક કરવામાં આવ્યું હતું. તેમના લગ્નમાં બંને પરિવાર અને નિકટના મિત્રો સહીત લગભગ 100 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બંનેના લગ્ન પટેલ રીતરિવાજ મુજબ સંપન્ન થયા હતા.

કિંજલ અને હાર્દિક બંને બાળપણથી જ મિત્રો છે તેમ છતાં તેમનો પરિવાર આ લગ્નને લવમેરેજ નથી ગણાવતા. હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલે જણાવ્યું હતું, “હાર્દિક અને કિંજલ બાળપણથી જ એકબીજાને ઓળખે છે. કિંજલ પરીખ પટેલ છે અને અમારા પાટીદાર સમુદાયની છે.”

કિંજલના પિતાએ કહ્યું, “હાર્દિક કુમારની ઈચ્છા હતી કે લગ્ન ખૂબ જ સાદાઈ પૂર્વક કરવામાં આવે તે પ્રમાણે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને હાર્દિક જેવો જમાઈ મળે તે એક બાપ તરીકે દીકરી માટેની બધી જ અપેક્ષાઓ પૂરી થઈ ગઈ તેવું લાગી રહ્યું છે.”

લગ્નની આગલી રાત્રે શનિવારે હાર્દિક પટેલના ઘરે વિરમગામ ખાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલ સહિત પરિવારજનો અને આમંત્રિત મહેમાનો રાસ ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા.

માહિતી મુજબ, હાર્દિક પટેલની બહેન મોનિકા અને કિંજલ સાથે અભ્યાસ કરતા હતા અને કિંજલ હાર્દિકના ઘરે તેમના બહેનને મળવા માટે વારંવાર જતી હતી. કિંજલનો પરિવાર સુરત શહેરનો છે અને કેટલાંક વર્ષો પહેલા તેઓ વિરમગામ આવી ગયા હતા. કિંજલ કોમર્સ ગ્રેજ્યુએટ છે. કિંજલનો પરિવાર સુરત શહેરનો છે અને કેટલાંક વર્ષો પહેલા તેઓ વિરમગામમાં આવી ગયા હતા. કિંજલ કોમર્સ ગ્રેજ્યુએટ છે. હાલ તે ગાંધીનગરથી LLB કરી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.