ગુજરાતમાં વિધાનસભાની 8 પેટ બેઠકો માટે ચૂંટણી થવાની છે તેના માટે અત્યારથી જ કોંગ્રેસ ધ્વરા કમર કસવામાં આવી રહી છે. પેટ ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનમાં કેટલાક મોટા બદલાવ પણ કરવામ આવ્યા છે. અને જેની અંદર ઘણા યુવા ચહેરાઓને સ્થાન પણ આપવામાં આવ્યું છે.

પાટીદાર અનામત આંદોલનના યવ નેતા હાર્દિક પટેલને પણ કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અદ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. અને અધ્યક્ષ તરીકે અમિત ચાવડા યથાવત રહ્યા હતા. કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા સુરત, આણંદ અને દેવભૂમિ દ્વારકા ના પ્રમુખોમાં પણ બદલાવ કર્યો છે. આ જગ્યાઓએ સીંયાર નેતાઓની બાદબાકી કરીને યુવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

હાર્દિક પટેલે આ જવાબદારી સ્વીકારતા કાગવડ ખોડલ ધામમાં ખોડિયાર માતાજીના દર્શન કરીને આ જવાબદારી પોતાના માથે સ્વીકારી હતી અને આવનારી પેટ ચૂંટણીમાં કોંગ્રેસને વિજેતા બનાવવા માટેની જાહેરાત પણ કરી હતી. હાર્દિકે એવો પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસ 15 હજાર કરતા પણ વધુ મતોથી વિજેતા બનશે.

હાર્દિકે એમ પણ જણાવ્યું હતું કે 26 વર્ષની ઉંમરમાં જ મારા ઉપર 40 જેટલા કેસ છે જેના કારણે તે ચૂંટણી લડી શકે એમ નથી પરંતુ આગામી સમયમાં તે ચૂંટણી જરૂર લડશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.