મનોરંજન

હાર્દિક પંડ્યાએ કંઈક આ અંદાજમાં પત્ની નતાશાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, ભાવુક થઇને પત્નીએ કહી આ વાત, જુઓ તસવીરો

અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકનો ગઇકાલે જન્મદિવસ હતો. નતાશા 29 વર્ષની થઇ ચૂકી છે. હાર્દિક પંડ્યાએ નતાશાના જન્મદિવસના ખાસ અવસર પર તેને શુભકામના પાઠવી છે.

હાર્દિકે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર નતાશા સાથેની તસવીર શેર કરી હતી અને તેણે ખૂબસુરત મેસેજ પણ શેર કર્યો હતો. તેણે લખ્યુ હતુ કે, હેપ્પી બર્થ ડે મારી બેબી, આ તમારો જન્મદિવસ છે પરંતુ મને એવું લાગે છે કે, તમે મને અગસ્ત્યના રૂપમાં સૌથી સુંદર ગિફટ આપ્યુ છે. હું ખુશનસીબ છું.

હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાની જોડી અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે. જયારે બંનેએ તેમના સંબંધોનો ખુલાસો કર્યો હતો ત્યારથી તેઓ ચર્ચામાં છે. આ બાદ તેમના દીકરાના જન્મને કારણે અને તસવીરો અવાર-નવાર પોસ્ટ કરવાને કારણે પણ હાર્દિક અને નતાશા ચર્ચામાં રહે છે.

હાર્દિક પંડ્યા દ્વારા શેર કરેલી તસવીરને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો કમેન્ટ કરીને નતાશાને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે.

નતાશાએ ગયા વર્ષે જ જાન્યુઆરીમાં હાર્દિક સાથે સગાઇ કરી હતી અને લોકડાઉન દરમિયાન લગ્ન કર્યા હતા. 30 જુલાઇએ તેમના દીકરા અગસ્ત્યનો જન્મ થયો હતો.

તમને જણાવી દઇએ કે, નતાશાએ પ્રકાશ ઝાની ફિલ્મ “સત્યાગ્રહ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ અને તે રિયાલિટી શો “બિગબોસ 8” અને “નચ બલિયે”માં પણ ખૂબ ચર્ચામાં રહી હતી. તેણે “ડીજેવાલે બાબુ” ગીતમાં બાદશાહ સાથે ડાંસ દ્વારા ખૂબ ધમાલ મચાવી હતી. નતાશા એક સર્બિયન ડાંસર અને મોડલ છે.

નતાશા સ્ટેનકોવિકના પતિ હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમનો મહત્વનો ભાગ છે. આ સાથે જ તે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે.