એક સમયે ખાવામાં પણ ફાંફા હતા, ટ્રકમાં મુસાફરી કરતો હતો..આજે કરોડોની કારનું કલેક્શન છે

ટ્રકમાં મુસાફરી કરતો ગુજરાતી છોકરો ક્યાં થી ક્યાં પહોંચી ગયો, જુઓ અત્યારે ગેરેજમાં છે કરોડોની વૈભવી ગાડીઓ

ઘરડા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે સુખ બાદ દુઃખ અને દુઃખ બાદ સુખ આવતું હોય છે. દરેક વ્યક્તિ પોતાનું જીવન બદલવા માટે અથાગ મહેનત કરે છે, સપનાઓ સાકાર કરવા માટે દિવસ રાત મહેનત કરે છે.

અને એક દિવસ કોઈ મોટું નામ કરીને બતાવે છે. માણસનો સંઘર્ષ જ તેને સફળતા તરફ લઇ જાય છે. આવા જ સંઘર્ષ ભરેલી કહાની ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની રહેલી છે.આજે હાર્દિકનું જીવન ખુબ જ લક્ઝુરિયસ છે. તેની પાસે પોતાનું આગવું એક નામ સાથે પૈસા, પ્રોપર્ટી, સુંદર પત્ની અને એક દીકરો પણ છે. પરંતુ આ બધું મેળવવા માટે હાર્દિકની જે મહેનત છે, તે ખરેખર પ્રેરણાદાયી છે.

એક સમય એવો હતો જ્યારે હાર્દિકના પરિવાર પાસે જમવા માટેના પણ પૂરતા પૈસા નહોતા, ત્યારે તે ગામે ગામ જઈને ક્રિકેટ રમતો હતો. અને આ ક્રિકેટ રમવાના બદલામાં તેને 300 રૂપિયા મળતા હતા. જેમાંથી તે પોતાનો અને પરિવારનો ખર્ચ કાઢતો હતો.

હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યાની કહાની નીતા અંબાણીએ જ એક કાર્યક્રમ દરમિયાન જણાવી હતી. જે સાંભળીને હાર્દિક પણ ખુબ જ ભાવુક બની ગયો હતો. અને દુનિયા પણ હાર્દિકના સંઘર્ષને જાણી શકી.

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “હું તમને એક વાર્તા સાંભળવવા જઈ રહ્યું છે. બે ભાઈઓની એવી વાર્તા જે બહુ જ શાનદાર છે. સૌથી પહેલા હું તમને જણાવું કે તે ક્યાંથી આવે છે. તે બે નાના બાળકો ગુજરાતમાં રહેતા હતા.

જે બહુ જ નાના પરિવારમાંથી આવે છે. તે સમયે તેમના ઘરમાં પૈસા નહોતા. ઘણા દિવસો સુધી બંને બાળકોને ભૂખ્યા રહેવું પડ્યું. પરંતુ તેના કારણે તે રોકાયા નહિ. અલગ અલગ ગામની ટિમો સાથે રમીને તે એકથી બીજા ગામ લોકલ ટ્રેનમાં સફર કરતા. ક્યારેક ક્યારેક તો ટિકિટ વગર અને ક્યારેક ટ્રકમાં બેસીને પણ ઘરે પાછા ફરતા.”

નીતા અંબાણીએ આગળ જણાવ્યું કે, “તે આટલી મહેનત કરતા હતા ફક્ત 300 રૂપિયા માટે. તે સમયે તેમને નહોતી ખબર કે તેમનું કિસ્મત બદલાવવાનું છે. 2013માં વડોદરા માટે ટી-20 ટુર્નામેન્ટ રમતા સમયે નાનો ભાઈ સ્પોટ થયો અને રિલાયન્સ વન ટિમ માટે પસંદ થયો. જ્યાં તેને શાનદાર પર્ફોમન્સ આપ્યું અને મુંબઈ ઇન્ડિયન્સ માટે પસંદ થયો. એ વ્યક્તિને આજે આખી દુનિયા ઓળખે છે. જેનું નામ છે હાર્દિક પંડ્યા.”

આજે પંડ્યા પરિવારની હેસિયતનો અંદાજો હાર્દિક પંડ્યાના હાથમાં રહેલી 1.01 કરોડ રૂપિયાની રોલેક્સની હીરા જડિત ઘડિયાળથી જ લગાવી શકાય છે. હાર્દિકને મોંઘા કપડાં અને ઘડિયાળનો ખુબ જ શોખ છે.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાના ખેલની સાથે સાથે પોતાના વ્યક્તિગત જીવનને લીધે પણ ચર્ચામાં બનેલા રહે છે. ક્યારેક તે પોતાની અફેરની ખબરોને લીધે તો ક્યારેક પોતાના વિવાદિત મંતવ્યોને લીધે તે હંમેશા લોકોની નજરોમાં આવી જ જાય છે.

 

View this post on Instagram

 

Target locked 🎯 Matchday ready 🇮🇳

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

તાજેતરમાં જ હાર્દિક પંડ્યાએ ક્રિકેટ જગતના શરૂઆતના સમયની પોતાની એક તસ્વીર શેર કરી છે. ટીશર્ટ પહેરેલા હાર્દિક એક લોડર ટ્રકમાં મુસાફરી કરતા દેખાઈ રહ્યા છે. હાર્દિકના સ્ટ્રગલના દિવસોની આવી તસ્વીર જોઈને અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ ભાવુક થઇ ગઈ હતી.

તસ્વીરને શેર કરતા હાર્દિકે લખ્યું કે,”#પહેલાની યાદો. વાત તે સમયની છે જયારે હું લોકલ મેચ રમવા માટે ટ્રકમાં બેસીને જતો હતો. તેણે મને ઘણું બધું શીખવ્યું છે, તે એક શાનદાર સફર રહ્યો છે, મને મારા ખેલ સાથે ખુબ જ પ્રેમ છે”.

હાર્દિક પંડ્યાની આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપતા ઉર્વશી રૌતેલાએ કમેન્ટ કરી કે,”રિસ્પેક્ટ, હું પણ બાસ્કેટબોલ રમવા માટે એક સમયે ટ્રેનથી મુસાફરી કરતી હતી”. જણાવી દઈએ કે ઉર્વશી અને હાર્દિકની પહેલી મુલાકાત વર્ષ 2018 માં એક પાર્ટીમાં થઇ હતી. તેના પછી બંન્ને વચ્ચે વાતચીત કરવાનું અને મળવાનું શરૂ થઇ ગયું હતું.ઉર્વશીએ પોતાના એકાઉન્ટ પર હાર્દિક સાથેની એક તસ્વીર પણ શેર કરી હતી જેના પછી બંન્ને વચ્ચે રિલેશન હોવાની વાત સામે આવી હતી. જો કે ઉર્વશીએ આ બધી બાબતોને માત્ર એક અફવાહ જવાણી હતી.

આ બાબત પર ઉર્વશીએ સોશિયલ મીડિયા પર વિનંતી કરતા લખ્યું હતું કે,”મહેરબાની કરીને આવા વિડીયો કે તસ્વીરો અપલોડ ન કરો કેમ કે અમારે પરિવારને પણ જવાબ આપવાનો હોય છે”.

આગળના દિવસોમાં ઉર્વશીએ એક મંતવ્ય આપતા કહ્યું હતું કે,”મને ખબર છે કે મેં અત્યાર સુધી મારી પુરી ક્ષમતાનો ઉપીયોગ નથી કર્યો. મને એવું લાગે છે કે હું ઘણું બધુ કરી શકું તેમ છું. મારામાં ખુબ જ ટેલેન્ટ છે, હાલતો હું માત્ર પ્રોજેક્ટ જોઈ રહી છું, જેથી હું મારા પુરા ટેલેન્ટનો ઉપીયોગ કરી શકું. એક કલાકાર માટે યોગ્ય પ્રોજેક્ટની પસંદગી ખુબ જ જરૂરી છે જેથી તે પોતાની પુરી પ્રતિભાનું પ્રદર્શન કરી શકે”.

YC