હાર્દિક અને નતાશાના લાડલા અગત્સ્યના જન્મ દિવસની ખાસ રીતે કરવામાં આવી ઉજવણી, જુઓ મનમહોક તસવીરો

પપ્પા હાર્દિક પંડ્યા વગર મમ્મી નતાશાએ આમ ઉજવ્યો દીકરાનો પહેલો બર્થ ડે, ‘બોસ બેબી’ કેક સાથે જોવા મળ્યો દીકરાનો અલગ જ સ્વેગ, જુઓ તસવીરો

ટીમ ઇંડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક તેની સિઝલિંગ તસવીરોને કારણે ઘણી ચર્ચામાં રહે છે. આ દિવસોમાં નતાશા હાર્દિક સાથે ક્વોલિટી સમય વીતાવી રહી છે. હાર્દિકે હાલમાં જ નતાશા સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જેમાં તે બંને કેમેરાની સામે અલગ અલગ પોઝ આપતા જોવા મળે છે.

હાર્દિક સાથે રોમેન્ટિક પોઝ આપતી તસવીરોમાં નતાશાએ ઝારા ફેશન હાઉસથી બ્લુ કલરનું ક્રોપ ટોપ પહેર્યુ હતુ, જે કોટન ફેબ્રિકમાં બનેલુ હતુ. નતાશાના ટોપની પેટર્ન સીમલેસ હતી, જેની કિંમત 1000 રૂપિયા છે. કપડાના મામલે નતાશાની પસંદ ઘણી સર્ટોરિઅલ છે, જે તેની ખૂબસુરત ઇન્સ્ટાગ્રામ હિટ્સ સાથે તેના ચાહકોને ખુશ કરે છે.

ઝારા ફેશનની બ્લેક થાઇસ સ્લિટ ડ્રેપ ડ્રેસમાં તેનો સ્ટાઇલિશ અંદાજ જોતા જ બની રહ્યો છે. તમને જણાવી દઇએ કે, નતાશાની આ ડ્રેસની કિંમત 3990 રૂપિયાની છે. હોમ ફોટોશૂટ માટે નતાશાએએ ફાસ્ટ ફેશન બ્રાંડ ઝારાથી પેસ્ટલ કલર-કોન્ટ્રાસ્ટ વાળી પોલ્કા ડોટ મીની ડ્રેસ પહેરી હતી. જેની કિંમત 2939 રૂપિયા છે. આ ડ્રેસમાં સ્ટાઇલ કોશંટ એડ કરવા માટે બસ્ટ એરિયા પર ડ્રોસ્ટિંગને એડ કર્યુ છે.

મિરર સેલ્ફી માટે નતાશા સ્ટેનકોવિકે સ્પેનિશ ફેશન હાઉસ ઝારા ફેશનનો ડિઝાઇન કરેલો એનિમલ પ્રિંટ ક્રોપ ટોપ પસંદ કર્યુ હતુ. જે શીયર લુકિંગ ફેબ્રિકમાં બનેલો હતો. ક્રોપ ટોપમાં રફલ્ડ V નેકલાઇન સાથે લાંબી આસ્તીન હતી. તમને જણાવી દઇએ કે, ટોપની કિંમત 2590 રૂપિયા છે.

 

Image source

અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યા હંમેશા પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતા હોય છે. કપલ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તેઓ અવાર નવાર તેમની તસવીરો પણ શેર કરતા રહે છે.

હાલમાં જ હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સાથે કેટલીક રોમાંટિક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. નતાશા આ તસવીરોમાં ઘણી ખૂબસુરત લાગી રહી છે. આ તસવીરોમાં કપલની કમાલની બોન્ડિંગ જોવા મળી રહી છે. આ તસવીરોને ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે. હાર્દિક પંડ્યાએ આ પોસ્ટ સાથે હાર્ટ ઇમોજી પણ શેર કર્યુ છે.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા તેની રમતને લઈને હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં તે શ્રીલંકા સામેની ટી 20 અને વન-ડે સીરીઝનો ભાગ રહ્યો છે, ત્યારે હાર્દિક પંડ્યાનો લાડલો અગત્સ્ય હવે એક વર્ષનો થઇ ચુક્યો છે. જેનો વીડિયો પણ  હાર્દિકે શેર કર્યો છે.

હાર્દિક પંડ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર એક ખુબ જ ભાવુક વીડિયો શેર કર્યો છે. જેમાં હાર્દિકે એ બધી જ પળોને યાદ કરી છે જે તેને પોતાના દીકરા સાથે વિતાવી છે. 30 જુલાઈ 2021ના રોજ અગત્સ્ય 1 વર્ષનો થઇ ગયો છે.

અગત્યના જન્મ દિવસ ઉપર ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરસ રીતે રૂમને સજાવવામાં આવ્યો હતો, આ સજાવટની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

જન્મ દિવસની આ પાર્ટીના ડેકોરેશનની અંદર ઘણા બધા ફુગ્ગાઓ લગાવવામાં આવ્યા હતા, આ રંગબેરંગી ફુગ્ગાઓ સાથે એક ખાસ થીમ પણ રાખવામાં આવ્યું હતું, જેમાં અગત્સ્ય પણ જોવા મળી રહ્યો છે.

હાર્દિક જયારે પણ પોતાના  દીકરાથી દૂર હોય છે ત્યારે તેને ખુબ જ મિસ કરતો હોય છે. જે તેની પોસ્ટમાં પણ જોઈ શકાય છે. પોતાના દીકરાને એક વર્ષ પૂર્ણ થવાની સાથે જ હાર્દિકે વીડિયો શેર  કરવાની સાથે ખુબ જ ભાવુક કરી દેનારું કેપશન પણ આપ્યું છે.

હાર્દિકે લખ્યું છે, “હું વિશ્વાસ નથી કરી શકતો કે તું એક વર્ષનો થઇ ચુક્યો છે. અગત્સ્ય તું મારુ  દિલ અને જાન છે. તે જણાવ્યું કે પ્રેમ શું હોય છે.  આટલું હું પણ નથી જાણતો. તું મારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ છે અને તારા વગરના એક પણ દિવસની કલ્પના નથી કરી શકતો હું. દિલથી લવ યુ. મિસ યુ.”

હાર્દિકે વર્ષ 2020ની શરૂઆતમાં અભિનેત્રી નતાશા સટેન્કોવિકને પ્રપોઝ કર્યા બાદ દુબઈમાં સગાઈ કરી  લીધી હતી. આ સેલેબ્રીટી કપલે 30 જુલાઈ 2020ના રોજ પોતાના દીકરા અગત્સ્યનું આ  દુનિયામાં સ્વાગત કર્યું હતું. અગત્સ્યનો જન્મ આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં થયો હતો.

અગત્સ્યના એક વર્ષ પૂર્ણ થવા ઉપર નતાશાએ પણ એક વીડિયો શેર કર્યો છે જેમાં નતાશા સાથેની ઘણી યાદો તેને એક જ વીડિયોની અંદર કેદ કરી લીધી છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

તો હાર્દિક પંડ્યાના ભાઈ ક્રિકેટર કૃણાલ પંડ્યાએ પણ તેના ઇન્સ્ટાગ્રામ રીલની અંદર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કાકા ભત્રીજાની મસ્તી ભરેલી પળો જોઈ શકાય છે શકાય છે. જેમાં કૃણાલ અને હાર્દિક અગત્સ્ય સાથે મસ્તી કરતા જોવા મળે છે.

કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્માએ પણ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કૃણાલ સાથે અગત્સ્યની દેખરેખ કરતા જોવા મળે છે, આ વીડિયોને પણ ઘણા લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયાની અંદર હાર્દિક, નતાશા, કૃણાલ અને તેની પત્ની દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. તો નતાશાએ પણ દીકરાના જન્મ દિવસની ઢગલાબંધ તસવીરો શેર કરી છે. જે પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

 

Niraj Patel