એક વર્ષનો થયો હાર્દિક પંડ્યાનો લાડલો ‘અગત્સ્ય’, મમ્મી, પપ્પા, કાકા, કાકીએ શેર કર્યા ખુબ જ ઈમોશનલ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા તેની રમતને લઈને હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં તે શ્રીલંકા સામેની ટી 20 અને વન-ડે સીરીઝનો ભાગ રહ્યો છે, ત્યારે હાર્દિક પંડ્યાનો લાડલો અગત્સ્ય હવે એક વર્ષનો થઇ ચુક્યો છે. જેનો વીડિયો પણ  હાર્દિકે શેર કર્યો છે.

હાર્દિક પંડ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર એક ખુબ જ ભાવુક વીડિયો શેર કર્યો છે. જેમાં હાર્દિકે એ બધી જ પળોને યાદ કરી છે જે તેને પોતાના દીકરા સાથે વિતાવી છે. 30 જુલાઈ 2021ના રોજ અગત્સ્ય 1 વર્ષનો થઇ ગયો છે.

હાર્દિક જયારે પણ પોતાના  દીકરાથી દૂર હોય છે ત્યારે તેને ખુબ જ મિસ કરતો હોય છે. જે તેની પોસ્ટમાં પણ જોઈ શકાય છે. પોતાના દીકરાને એક વર્ષ પૂર્ણ થવાની સાથે જ હાર્દિકે વીડિયો શેર  કરવાની સાથે ખુબ જ ભાવુક કરી દેનારું કેપશન પણ આપ્યું છે.

હાર્દિકે લખ્યું છે, “હું વિશ્વાસ નથી કરી શકતો કે તું એક વર્ષનો થઇ ચુક્યો છે. અગત્સ્ય તું મારુ  દિલ અને જાન છે. તે જણાવ્યું કે પ્રેમ શું હોય છે.  આટલું હું પણ નથી જાણતો. તું મારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ છે અને તારા વગરના એક પણ દિવસની કલ્પના નથી કરી શકતો હું. દિલથી લવ યુ. મિસ યુ.”


હાર્દિકે વર્ષ 2020ની શરૂઆતમાં અભિનેત્રી નતાશા સટેન્કોવિકને પ્રપોઝ કર્યા બાદ દુબઈમાં સગાઈ કરી  લીધી હતી. આ સેલેબ્રીટી કપલે 30 જુલાઈ 2020ના રોજ પોતાના દીકરા અગત્સ્યનું આ  દુનિયામાં સ્વાગત કર્યું હતું. અગત્સ્યનો જન્મ આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં થયો હતો.

અગત્સ્યના એક વર્ષ પૂર્ણ થવા ઉપર નતાશાએ પણ એક વીડિયો શેર કર્યો છે જેમાં નતાશા સાથેની ઘણી યાદો તેને એક જ વીડિયોની અંદર કેદ કરી લીધી છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

તો હાર્દિક પંડ્યાના ભાઈ ક્રિકેટર કૃણાલ પંડ્યાએ પણ તેના ઇન્સ્ટાગ્રામ રીલની અંદર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કાકા ભત્રીજાની મસ્તી ભરેલી પળો જોઈ શકાય છે શકાય છે. જેમાં કૃણાલ અને હાર્દિક અગત્સ્ય સાથે મસ્તી કરતા જોવા મળે છે.


કૃણાલ પંડ્યાની પત્ની પાંખુરી શર્માએ પણ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કૃણાલ સાથે અગત્સ્યની દેખરેખ કરતા જોવા મળે છે, આ વીડિયોને પણ ઘણા લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel