ગુજરાત ટાઇટન્સનું નૈતૃત્વ કરીને જીત અપાવનારા હાર્દિક પંડ્યાએ દીકરા અગત્સ્ય ઉપર લૂંટાવ્યો ભરપૂર પ્રેમ, બંનેનો ક્યૂટ વીડિયો આવ્યો સામે

હાર્દિક પંડ્યાનો દીકરા અગત્સ્ય માટે છલકાયો પ્રેમ, વ્હાલ કરતા પૂછ્યું, “તું મને પ્રેમ કરે છે ?” અગત્સ્યએ આપ્યો સુંદર જવાબ, જુઓ વીડિયો

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL-2022માં ભવ્ય જીત મેળવીને ગુજરાત ટાઇટન્સની ટીમ હાલ દુનિયાભરમાં ચર્ચામાં છે. જયારે IPL શરૂ થઇ હતી ત્યારે ગુજરાતની ટીમને સામાન્ય ટીમ તરીકે ઓળખવામાં આવતી હતી, પહેલા જયારે મેચ જીત્યા ત્યારે કિસ્મતનું નામ આપવામાં આવ્યું, પરંતુ ટીમે એટલું શાનદાર પર્ફોમન્સ કર્યું કે પ્લેઓફમાં પહોંચનારી પણ પહેલી ટીમ બની.

પ્લેઓફમાં પણ શાનદાર રમત રમીને ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પ્રવેશ્યું અને ફાઇનલમાં પણ ખેલાડીઓએ પોતાની રમતનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવીને રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને આઇપીએલ 2022 ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ જીતનો શ્રેય કપ્તાન હાર્દિક પંડ્યાને  જાય છે.

ફાઇનલ જીત્યા બાદ મેચ સેલિબ્રેશનની ઘણી બધી તસવીરો સામે આવી હતી, જેમાં હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાની ખુશી જોવા મળી રહી હતી, હવે એક નવો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં હાર્દિક પંડ્યા તેના દીકરા અગત્સ્ય ઉપર પ્રેમ વરસાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ખુબ જ ક્યૂટ છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર હાર્દિક પંડ્યા અને અગત્સ્ય બેડની અંદર જોવા મળી રહ્યા છે, આ દરમિયાન પંડ્યા અગત્સ્યને લાડ લડાવીને સુવડાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને અગત્સ્ય પંડયાના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આઇપીએલનો મુકાબલો જીત્યા બાદ ગઈકાલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં તમામ ખેલાડીઓ બસમાં બેસી અને છાહકોનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા, આ દરમિયાન ઘણા લોકો આ રોડ શો જોવા માટે હાજર રહ્યા હતા, જેના ઘણા વિડીયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Agastya Pandya (@agastyapandya33)

આ રોડ શો બાદ હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા અને દીકરા અગત્સ્ય સાથે મુંબઈ જવા માટે રવાના થયો હતો, જેનો પણ એક વીડિયો સેલેબ્રીટી ફોટોગ્રાફર વાયરલ ભાયાણીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો છે. આ વીડિયો મુંબઈ એરપોર્ટ ઉપર હાર્દિક અને તેના પરિવારના આગમન સમયનો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાર્દિક પંડ્યા પત્ની નતાશા અને ડિર્ક અગત્સ્ય સાથે મુંબઈ એરપોર્ટ ઉપર પહોંચે છે, જ્યાં હાર્દિકનો ભાઈ કૃણાલ પંડ્યા પણ હાજર છે, કૃણાલ પણ ભત્રીજા અગત્સ્યને વ્હાલ કરતો જોવા મળી રહ્યો છે, એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ હાર્દિક ગાડી પણ જાતે જ ડ્રાઈવ કરે છે અને બાજુમાં કૃણાલ બેઠો છે તેના ખોળામાં અગત્સ્ય છે અને પાછળ પત્ની નતાશા બેઠી છે.

Niraj Patel